ઓશવાળ હોસ્પિટલ હવે નવીનીકરણ અને આધુનિકરણ સાથે હાલાર વિસ્તારની સૌથી મોટી 172 બેડ ની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ: ઑપીડી, ઇમરજન્સી, ઓપરેશન તથા દાખલ થવાની સુવિધા શરૂ

જામનગર મોર્નિંગ - જામનગર 


ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભ ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી ત્યારે આ હોસ્પિટલ નવા રૂપ રંગ સાથે એટલે કે સંપૂર્ણ રેનોવેશન (નવીનીકરણ) અને અધતન સાધનોથી સુસજ્જ (આધુનિકરણ) સાથે શરૂ કરવામાં આવેલ છે.

જામનગર ની એક માત્ર મલ્ટી સ્પેશિયાલિટી કે જ્યાં એક જ જગ્યા એ વિશાળ ડોક્ટર ની ટીમ ધરાવે છે. જેમાં બધા જ ડોક્ટર ફુલ ટાઈમ (દરરોજ) પોતાની સેવા આપે છે જેમાં કાર્ડિયોલોજીસ્ટ ડો. પૂજન શાહ (હદયના નિષ્ણાત), યૂરો સર્જન ડૉ આદિત્ય ગુપ્તા (પથરી, પ્રોસ્ટેટ, કિડની અને મૂત્ર માર્ગ ના નિષ્ણાત), ગાયનેકોલોજીસ્ટ ડૉ. પ્રતાપસિંહ સોલંકી તથા ડૉ. ધવલ બગડા (સ્ત્રી પ્રસૂતિ રોગના નિષ્ણાત), ઓર્થોપેડિક ડૉ. દિવ્ય પટેલ (હાડકાના નિષ્ણાત), મેડિસિન ડૉ. સચિન અગ્રવાલ (બી.પી., ડાયાબિસ અને જનરલ રોગના નિષ્ણાત), જનરલ તથા લેપ્રોસ્કોપીક સર્જન ડૉ. ચિરાગ માકડિયા (પેટ અને આતરડાના ઓપરેશન ના નિષ્ણાત), પીડિયાટ્રીક ડૉ. જયકિશનસિંહ ગોહિલ (બાળરોગ નિષ્ણાત) એમ બધા વિભાગ ના ડોક્ટર 24*7 પોતાની સેવા આપે છે.

ઇમરજન્સી સેવા 24*7 સાથે ઓશવાલ આયુષ હોસ્પિટલ મા બધી જ સારવાર ઉપલબ્ધ છે. દાખલ થવાની સુવિધા, ઓપરેશન ની સુવિધા, ICU, SICU, CCU, PICU, NICU, ડાયાલીસીસ, કેથ લેબ વગેરે  વિભાગ સંપૂર્ણ પણે કાર્યરત છે.

ઓ.પી.ડી. સેવામાં ઉપરના બધા જ વિભાગના ડોક્ટરો રાબેતા મુજબ સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8 પોતાની સેવા આપે છે તેમજ ઇમરજન્સી, અકસ્માત અને ક્રિટિકલ દર્દીઓ માટે આ ડોક્ટર ટીમ 24*7 આપની સેવામાં હાજર છે. વધુ માહિતી માટે 75730 88884 અને 75730 88885 મા સંપર્ક કરવો.