• સાંજનો સમય હોવાથી પોલીસએ પુરુષ આરોપીને અટક કરીને મહિલાઓને આગલા દિવસે હાજર થવાની શરતે નોટીસ આપીને જવા દેવામાં આવી.


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૦૭ : ખંભાળીયામાં ગાયત્રીનગર પોલીસ લાઇનની પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી કવાર્ટસ નં.૯૬ માં આરોપી નં.(૧) રમેશભાઈ મુળજીભાઈ વાઢેરના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં આરોપી (૧) રમેશભાઇ મુળજીભાઇ વાઢેર ઉ.વ.૪૦ ધંધો-પ્રા.નોકરી રહે.ગાયત્રીનગર હાઉસીંગબોર્ડ કવાટર્સ નં.૯૬ ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા (૨) આરતીબહેન ઉર્ફે મનિષા ડો/ઓફ. મહેશભાઇ થાનકી ઉવ.૩૨ ધંધો-ધરકામ રહે.રામનાથ સોસાયટી ગણાત્રા હોલ પાસે, ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા (૩) નિતાબેન વા/ઓફ. કમલેશગીરી દેવગીરી ગૌસ્વામી ઉવ.૪૦ ધંધો-ધરકામ રહે.એસ.ટી.ડેપો વર્કશોપ પાછળ ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા (૪) સુનીતાબેન વા/ઓફ. સુરેશભાઇ હિરાભાઇ સોનીગ્રા ઉવ.૫૦ ધંધો-ધરકામ રહે.પોરબંદર કડીયા પ્લોટ શેરી નં.૮ તા.જી.પોરબંદર (૫) રીટાબેન વા/ઓફ. ભરતભાઇ ઠાકરશીભાઇ ઠક્કર ઉવ.૫૦ ધંધો-ધરકામ રહે.રામનાથ એસ.એન. ડી.ટી. પાંજરાપોળ પાસે ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા વાળા જુ.ધા કલમ- ૪-૫ મુજબ તે એવી રીતે કે ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી નં- ૧ વાળાએ આરોપી નં- ૨ થી ૫ નાઓને બહારથી પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારના સાધનો પુરા પાડી જુગાર રમી રમાડી ગંજીપતાના પાના કુલ નંગ-૫૨ કી.રૂા.૦૦/૦૦ તથા રોકડા કુલ કિ.રૂા.૧૮,૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય જેથી આરોપી નં.(૧) ને ધોરણસર અટક કરી અને આરોપી નં.(ર) થી (૫) સ્ત્રીઓ હોય અને સંધીયા સમય થઇ ગયેલ હોય જેથી નોટીશ આપી હાજર થવા પોલીસ સમજ કરેલ છે.