જામનગર મોર્નિંગ - મીઠાપુર તા.૦૭ : મીઠાપુરના કાકરી ગેટની સામે આવેલ હોટલની પાછળના ભાગે જાહેરમાં જુગાર રમતા (૧) સુમરાભા ડાડાભા નાયાણી ઉ.વ.-૩૩ ધંધો-ક્લીન્ડર રહે- દેવપરા ગામમા તા.દ્વારકા. (૨) નીલેશભાઇ મનસુખભાઇ પંચમતીયા ઉ.વ.-૨૮ ધંધો-ક્લીન્ડર રહે.-આરંભડાસીમ જલારામ સોસાયટીમા તા.દ્વારકા. (૩) હરીશભાઇ ફકીરભાઇ સલેટ ઉ.વ.-૨૯ ધંધો-ક્લીન્ડર રહે.-ભીમરાણા ગામ એસ્સાર પેટ્રોલ પંપની સામે તા.દ્વારકા. (૪) સબીરભાઇ ઉમરભાઇ ચાવડા ઉ.વ.-૩૩ ધંધો-ક્લીન્ડર રહે.-મચ્છીપીઠની બાજુમા તા.દ્વારકા વાળા જુગારધારા કલમ-૧૨ મુજબ તે એવી રીતે કે આ કામના ચારેય આરોપીઓએ જાહેરમા ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી તીનપ્તી રોન નામનો જુગાર રમી રમાડી રેઇડ દરમ્યાન ગંજીપતાના પાના નંગ-૫૨ તથા કુલ રોકડ રૂ.૫૩૮૦/- ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ચારેય આરોપીઓને પોલીસએ અટક કર્યા હતા.