જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૦૭ : ખંભાળીયા તાલુકાના આંબરડી ગામે ઉગમણી વાડી વિસ્તારમાં આંબરડી ગામના વલ્લભ લાલજીભાઈ ત્રિવેદીએ પોતાની વાડીમાં બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ રે દરમિયાન આરોપી (૧) વલ્લભભાઇ લાલજીભાઇ ત્રીવેદી ઉવ.૪૦ ધંધો-ખેતીરહે.આંબરડી ગામ પાઠક ફળીયું તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા, (૨) બાબુભાઇ ત્રીકમભાઇ પાઠક ઉવ.૫૬ ધંધો - મજુરી રહે.આંબરડી ગામ તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા, (૩) મનસુખભાઇ મેરામણભાઇ વસરા ઉવ. ૪૦ ધંધો-ખેતી રહે.આંબરડી ગામ તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા, (૪) પરસોતમભાઇ નાથાભાઇ પાઠક ઉવ.૪૮ ધંધો-ખેતી રહે.આંબરડી ગામ સોસાયટીમાં તા.ખંભાળીય જી.દેવભુમી દ્વારકા, (૫) જેઠાભાઇ કેશુરભાઇ વસરા ઉવ.૫૯ ધંધો-ખેતી રહે.આંબરડી ગામ તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા, (૬) જીતેન્દ્વગીરી ભીખુગીરી ગૌસ્વામી ઉવ.૪૦ ધંધો-ખેતી રહે.આંબરડી ગામ તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા અને (૭) રજનીભાઇ મોહનભાઇ દતાણી ઉવ.૩૬ ધંધો-વેપાર રહે.બંગલાવાડી શેરી નં.-૨ ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા વાળા તે એવી રીતે કે ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી નં- ૧ વાળાએ આરોપી નં- ૨ થી ૭ નાઓને બહારથી બોલાવી પોતાના કબ્જા ભોગવટાની વાડીએ ઓરડીમાં પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારના સાધનો પુરા પાડી જુગાર રમી રમાડી ગંજીપતાના પાના કુલ નંગ-૫૨ કી.રૂા.૦૦/૦૦ તથા રોકડા કુલ કિ.રૂા.૩૮,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂા.૧૬,૫૦૦/- તથા મોટર સાયકલ નંગ-૦૫ કિ.રૂા.૧,૦૫,૦૦૦/- ગણી કુલ કિ.રૂા.૧,૫૯,૫૦૦/- ના મુદામાલ સાથે પકડીને જુગારધારાની કલમ તળે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.