રૂ. 1.24 લાખનો મુદામાલ કબ્જે: 11 શખ્સો નાસી જતા શોધખોળ  

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેર-જિલ્લામાં 34 શખ્સોને સ્થાનિક પોલીસે જુગાર રમતા ઝડપી લઈ 1,24,090ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગાર ધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી જયારે 11 શખ્સો નાસી જતા શોધખોળ હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નંબર ૪૯માં શુક્રવારે બપોરે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના પીએસઆઈ આર. કે. ગોસાઈ તથા સ્ટાફે અરવિંદ વસ્તુ ભંડારવાળી શેરીમાં દરોડો પાડતા મંદિર પાસે ગંજીપાના વડે જુગાર રમતા રાજેશ સવજીભાઈ ચૌહાણ, સંજય મહેશભાઈ સોલંકી, વિનોદ ભગવાનજી ચૌહાણ, રમેશ વિશાલભાઈ ચૌહાણ, રાજેન્દ્ર પ્રભુભાઈ ચૌહાણ, રામુ નારણજી જાડેજા, હમીરજી કરશનજી જાડેજા ઉર્ફે જુવાનસિંહ, રમેશ અરજણભાઈ હુરબડા નામના આઠ શખ્સને રૂ. 5030ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે વિશાલ નરસી ચૌહાણ, શિવો પરમાર, ભગતસિંહ રતનસિંહ જાડેજા, સતુભા જાડેજા ઉર્ફે સત્યો, કિરણ ગોવુભા જાડેજા અને ભરત ગોવુભા જાડેજા નામના છ શખ્સ નાસી જતા શોધખોળ હાથ ધરી છે. 

જયારે જામનગર તાલુકાના નવા મોખાણા ગામના વાડી વિસ્તારમાં શુક્રવારે સાંજે ગંજીપાનાના પાના વેફર જુગાર રમતા નાજાભાઈ માલાભાઈ વકાતર, મુકેશ ભીખાભાઈ કંબોયા, દીપક ભરતભાઈ વડેચા, ભરત છગનભાઈ પાટડીયા, હીરા રમેશભાઈ વાઘોણા અને નાથા રામભાઈ પરમાર નામના છ શખ્સને રૂ. 16780ની રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

તેમજ કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં નદી કિનારે શુક્રવારે સાંજે ગંજીપાનાથી રોનપોલીસ નામનો જુગાર રમતા બુધાભાઈ ભનાભાઈ વાઘેલા, અરજણ મેપાભાઈ વાઘેલા, ભીખાભાઈ ગોવાભાઈ વાઘેલા, નરેન્દ્ર ભોજાભાઈ સીગલ નામના ચાર શખ્સને રૂ. 8300ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પોલીસને જોઈને મનસુખ ગોવાભાઈ વાઘેલા, કેશુ વીશાભાઈ પરમાર નામના બે શખ્સ નાસી જતા શોધખોળ હાથ ધરી હતી. 

ઉપરાંત જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં શુક્રવારે રાત્રે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમતા રાજેશ મૂળજીભાઈ વાઢેર, ભરત ખીમજીભાઈ ખટાણીયા, અનિલ મનસુખભાઈ દાવદ્રા, કરશનભાઈ નાથાભાઈ ડોડીયા તથા પુનિત ભીખુભાઈ રાઠોડ,  દયેશ કલાભાઈ પરમાર, મહેશ દેવદાસ ડોડીયા નામના સાત શખ્સને રૂ. 13100ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

અને જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં શુક્રવારે રાત્રે તીનપતી રમી રહેલા મુકેશ અરજણભાઈ બૈડિયાવદરા, જોરૂભા ભીખુભા જાડેજા, નીતેશ રણમલભાઈ બેલા નામના ત્રણ શખ્સને રૂ. 25580ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ખીમાભાઈ રામાભાઈ બૈડિયાવદરા, હેભાભાઈ દેવાભાઈ બૈડિયાવદરા તથા મનસુખ સામતભાઈ બૈડિયાવદરા નામના ત્રણ શખ્સ નાસી જતા શોધખોળ હાથ ધરી હતી. 

ઉપરાંત જોડિયા તાલુકાના માધાપર ગામની સીમમાં આવેલા ખરાબામાં શુક્રવારે સવારે તીનપતી રમી રહેલા સુરેશ પુનાભાઈ જાદવ, વસંતભાઈ નરસીભાઈ મેંદપરા, અમૃતલાલ શિવાભાઈ દેત્રોજા, લાભુભારથી બચુભારથી ગોસાઈ, જયેશ માનસંગ મકવાણા, સવજીભાઈ કાનજીભાઈ વીરમગામા નામના છ શખ્સને રૂ. 55300ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.