ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા જિલ્લામાં  ૪  મંડળીઓની રચના કરાઈ: ખેડૂતોને ૨૫% ગોડાઉન કમ કેપીટલ સહાયઅનુ.સૂચિત પેટા યોજનામાં સભાસદોને શેરમૂડી સહાય જેવી યોજનાઓ કાર્યરત છે


જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા

"વિના સહકાર નહીં ઉદ્ધાર"ના મંત્ર સાથે રાજ્યમાં અનેક સહકારી સંસ્થાઓ કાર્યરત છે. ખેડૂતોની આવક બમણી કરવા સરકારશ્રીની જુદી - જુદી યોજનાઓ તથા ખેડૂતો જાગૃત બને તે માટે આઝાદીકા અમૃત મહોત્સવઅન્નદાતા દેવોભવકિશાન જાગીદારીપ્રાથમિકતાફાર્મર પ્રોડયુસ ઓર્ગેનાઈઝેશનએગ્રીકલ્ચરમાર્કેટીંગ ઈન્ફ્રાસ્ટ્રકચર યોજના, E-NAM યોજના જેવી યોજનાઓની રચના સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે.

ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના કરવા પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મંત્ર "સહકારથી સમૃદ્ધિ"ને પરિપૂર્ણ કરવા રાજ્યભરમાં વિવિધ પ્રકારની યોજનાઓ લાગુ થઇ રહી છે. રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને ૧૦  પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જે પૈકી  ૪ મંડળીઓની રચના કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન (એફ.પી.ઓ) મંડળીઓની રચના કરવા પર પણ વિશેષ ભાર મુકવામાં આવ્યો છે,  ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ પ્રકારની ૪  મંડળીઓની રચના કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિખેડુત કલ્યાણ  અને સહકાર વિભાગની જિલ્લા રજિસ્ટ્રારસહકારી મંડળીઓની કચેરી હેઠળ માર્ચ-૨૦૨૨ ના અંતે કુલ - ૭૨૭ મંડળીઓ નોંધાયેલી છે. તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ – ૦૩ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આવેલી છે. જેમાં જિલ્લાકક્ષાની સંસ્થાઓ પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેવભુમિ દ્વારકા જિલ્લા ખરીદ વેંચાણ સહકારી સંઘ લી.કાર્યરત છે. સાથોસાથ જિલ્લાનાં તમામ તાલુકામાં તાલુકા સ્થિત ચાર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘો આવેલા છે. જિલ્લા સહકારી સંઘ દ્વારા તાલુકાની તમામ સહકારી ખરીદ વેચાણ સંઘોમાં ખાતર ચેઈન દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. જેનો જિલ્લાનાં તમામ ખેડૂતો લાભ લઈ રહ્યાં છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેવભુમિ દ્વારકા જિલ્લા સહકારી સંઘ લી. તથા દેવભુમિ દ્વારકા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. આવેલ છે.

જિલ્લામાં મોટી સંસ્થાઓની વાત કરવામાં આવે તોપશુપાલકોને દૂઘનો પૂરતો ભાવ મળી રહે તે માટે દેવભુમિ દ્વારકા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.બાંકોડીમાં આવેલ છે. જેમાં તમામ ગામની દૂઘ ઉત્પાદક સહકારી મંડળીઓ પશુપાલકો પાસેથી દૂઘ એકત્ર કરી દેવભુમિ દ્વારકા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.બાંકોડીમાં પહોંચાડે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને તેમના ખેત ઉત્પાદન અનાજ,  કઠોળ તથા અન્ય પાકનો પૂરતો ભાવ મળી રહે તે માટે કુલ – ૦૩ ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આવેલ છે. જેમાં શ્રી ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ – ખંભાળીયામાં શાકભાજી માર્કેટ પણ આવેલ છે. તથા શ્રી ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ – ખંભાળીયામાં ખેડૂતો ખેત ઉત્પાદન ઓનલાઈન વેચાણ માટેની E-NAM યોજના પણ આવેલ છે.

આમખેડૂતોને ૨૫% ગોડાઉન કમ કેપીટલ સહાયઅનુ.સૂચિત પેટા યોજનામાં સભાસદોને શેરમૂડી સહાય જેવી યોજનાઓ આપવામાં આવે છે.દેવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  પ્રાથમિક કૃષિ ધિરાણ કરતી 163 મંડળીઓપ્રાથમિક બિન કૃષિ ધિરાણ - 15,  માર્કેટિંગ મંડળીઓ - 73પ્રક્રિયા મંડળીઓ  - 02દૂધ મંડળીઓ - 256પશુપાલન - 72ખેતી મંડળીઓ - 3મત્સ્ય મંડળીઓ - 20ગ્રાહક ભંડાર - 18ગૃહ મંડળીઓ - 25મજુર મંડળીઓ - 60સિંચાઈ મંડળીઓ - 6વાહન વ્યવહાર મંડળીઓ - 4,અન્ય બિન ધિરાણ - 3સંઘ અને સંસ્થાઓ - 7 એમ કુલ 727 મંડળીઓ નોંધાયેલી છે.