લોકોના પ્રતિભાવ મળતા તંત્રનો વધ્યો ઉત્સાહ--રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસ સફળ: જીવન સરળ કરવા સુવિધા સધિયારો સપોર્ટ જરૂરી સુશાસનમા થઇ આ પ્રતિતિ હજુ ધુ ને વધુ વંચિત લોકો સુધી પહોંચવા શાસન પ્રશાસન બંને કટીબદ્ધ

જામનગર મોર્નિંગ - જામનગર  ( ભરત ભોગાયતા)


હાલારમા ઘર ઘર સુધી પહોંચી છે  સરકારી યોજનાઓ તેની પ્રતિતિ તાજેતરમા થઇ હતી કેમકે લોકોના પ્રતિભાવ મળતા તંત્રનો  ઉત્સાહ વધ્યો તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસ સફળ રહ્યા છે દેખીતુ છે કે રોજબરોજનુ જીવન સરળ કરવા સુવિધા સધિયારો સપોર્ટ જરૂરી. હોય છે સાથે સાથે તેનો પ્રચાર પ્રસાર જરૂરી છે જેથી લોકો પોતાના હક અધીકાર લાભ સહાય મદદ વગેરે માટે જાગૃત થાય અને જાગૃત રહે  ત્યારે હાલના ગુજરાતના અને ભારતના સુશાસનમા  આ પ્રતિતિ. થઇ છેવ હજુ ધુ ને વધુ વંચિત લોકો સુધી પહોંચવા શાસન પ્રશાસન બંને કટીબદ્ધ છે કેમકે જીલ્લા કલેક્ટર દ્વારા દરેક લગત વિભાગ ને અવિરત ગતિશીલ રાખ્યા છે તો સરકારે તેમના મંત્રીઓ પ્રજા પ્રતિનિધીઓને લોકો વચ્ચે મોકલી માહિતી અને લાભ બંને અપાવવા આયોજન અમલમા મુક્યુ છે તેમ સમગ્ર અહેવાલ ઉપરથી તારણ નીકળે છે.


જામનગરના ટાઉનહોલમાં ૩૧ મે ૨૦૨૨ યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ સંમેલનમાં રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સરકારની વિવિધ સહાય યોજનાના ૨૨૦૦ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તે અંગેનો અહેવાલ જે જામનગર જીલ્લા માહિતી કચેરીના જલકૃતિ  મહેતાએ સીનિયર સબ એડીટર પારૂલ કાનગળ ના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો અને આ પ્રેરક અને પ્રશસ્તિરૂપ આયોજન ને કચકડે કંડારી ગજેન્દ્રસિંહજી જાડેજાએ માધ્યમોને પ્રચાર પ્રસાર માટે સંકલિત પુરો પાડ્યો તેના ઉપરથી જાણવા મળ્યા મુજબ જોઇએ તો,  જામનગર જિલ્લાના લાભાર્થીઓએ પોતાને મળેલી વિવિધ સહાય યોજનાઓના લાભો બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, તેમજ જામનગર જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.  

'રૂ. 50,000ની લોન મળવાથી મેં ઘરે લોજીંગ ચાલુ કર્યું : પીએમ મુદ્રા યોજનાના લાભાર્થી અલ્કાબેન કુબાવત

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થી અલ્કાબેન કુબાવતે ગરીબ કલ્યાણ સંમેલનમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય બેન્કમાંથી મને રૂ. ૫૦,૦૦૦ની લોન મળી તેનાથી મેં ઘરે લોજીંગ ચાલુ કરી હતી અને આજે દરરોજ ૨૦ લોકો જમવા આવે છે અને તેમાંથી થતી આવકમાંથી હું મારું તથા મારા બે બાળકોનું ગુજરાન ચલાવું છું. મારા પતિનું નિધન થયા બાદ સરકાર તરફથી મને જે સહાય મળી તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું. આ યોજનાના બીજા લાભાર્થી ઈશ્વરભાઈ મશરૂએ જણાવ્યું હતું કે પહેલા હું રૂ. ૩૦૦ દૈનિક ભાડું ચૂકવીને ભાડાની રિક્ષા ચલાવતો હતો. પરંતુ પીએમ મુદ્રા યોજના હેઠળ મેં પોતાની નવી રિક્ષા લીધી હતી અને હવે મને ઘણી આર્થિક મદદ મળી રહી છે. સરકારની આ યોજનાથી મારી આજીવિકા ચાલે છે. તે બદલ હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું.

અમને રહેવા માટે સરસ ઘર મળ્યું અને અમારૂં ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું." : પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પ્રફુલાબેન

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પ્રફુલાબેને સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે પહેલા ભાડાના મકાનમાં રહેતા હતા. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી હવે અમને રહેવા માટે ખૂબ સરસ મજાનું ઘર મળ્યું છે. જેનાથી અમારું જીવન ખૂબ સરળ બન્યું છે અને હવે ભાડાનાં પૈસા બચી જતા આર્થિક સંકટ ટળ્યું છે. 

કોરોનાના કપરા કાળમાં પણ અમને ઘરે બેઠા અનાજ મળ્યું છે." : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનાં લાભાર્થી રેખાબેન

મૂળ ઉનાઈ ગામના રહેવાસી અને હાલમાં જામનગરમાં રહેતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થી રેખાબેને જણાવ્યું કે કોરોનામાં જ્યારે ક્યાંય પણ રહેવા જમવાની સુવિધા ન હતી ત્યારે અમારા ધરની નજીક જ પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનોમાંથી મફત અનાજ મળ્યું હતું અને આધારકાર્ડ લિંક કરીને અમને તમામ યોજનાઓનો લાભ ઘરે બેઠા મળ્યો છે તે બદલ હું જામનગર જિલ્લા વહીવટી તંત્રની ખુબ આભારી છું.

અતિવૃષ્ટિથી થયેલા પાકનું નુકસાન ભરપાઈ થયું છે.'' : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી પ્રવિણભાઈ પરમાર

જીવાપર ગામના ખેડૂત પ્રવિણભાઇ પરમારે સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે પહેલા ખેડૂત ખેતીથી દૂર ભાગતો હતો. પરંતુ હવે આર્થિક સહાય મળતા ખેડૂત ખેતી તરફ વળ્યો છે. ગત વર્ષે અતિવૃષ્ટિથી મારા ચોમાસું પાકને ખૂબ નુકસાન થયું હતું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અમારા ખાતામાં સીધી સહાય મળે છે. આ આર્થિક સહાયનો ઉપયોગ મેં નવા બિયારણો અને ખાતરની ખરીદી માટે કર્યો છે. તેનાથી સારો પાક થતા મને આર્થિક મદદ ખુબ મળી છે. પહેલા ખેડૂતોનું ક્યાંય સન્માન થતું ન હતું. પરંતુ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવેથી અમારું સન્માન થઇ રહ્યું છે. તે બદલ હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભારી છું.

સરકાર તરફથી મળી રહેલી આર્થિક સહાયથી મેં અત્યાધુનિક સાધનોની ખરીદી કરી છે." : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી વિશાલભાઈ જેસડીયા

કાલાવડ તાલુકાના આણંદપર ગામના આધુનિક ખેતી કરતા ખેડૂત વિશાલભાઈ જેસડીયાએ જણાવ્યું હતું કે સરકાર તરફથી મારા ખાતામાં જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે હપ્તો ચૂકવાય છે તે રકમમાંથી મેં અત્યાધુનિક સાધનોની ખરીદી કરી છે અને મારા ખેતરમાં ડ્રેગન ફ્રૂટ અને સ્ટ્રોબેરી જેવા ફળોની ખેતીથી સારી આવક મેળવી છે. સરકારની આર્થિક સહાયનું સંકલન સાધીને ખેડૂત વિશાલભાઈ આજુબાજુના ગામડાના યુવા ખેડૂતો માટે એક આદર્શ અને આધુનિક ખેડૂત તરીકે ઉભરી આવ્યા છે.