ભેંસ કાઢીને બકરી લીધી જેવો ઘાટ !: મજબુત બાંધકામને તોડીને નવું નબળું કામ કરવા પાછળનું કારણ શું ?: બેટ ગ્રામજનોમાં ઉઠતો સવાલ!

જામનગર મોર્નિંગ - દ્વારકા (બુધાભા ભટી દ્વારા) 


શું સિવિલ ખાતું અને કોન્ટ્રાકટરની મિલીભગતથી વહીવટીયો વ્યવહાર ચલાવાનો છે ? બેટ-દ્રારકા તિથૅ સ્થાને વષેઁ લાખો યાત્રિકો આવે છે, જે તમામ આ જેટી પરથી પસાર થાય છે. આ યાત્રિકો માટે નવી બની રહેલ દિવાલ ડોખમી સાબિત થશે તો ? હાલની દિવાલ ખુબ મજબુત હોવા છતા તેને તોડીને ગજીયાની દિવાલ બનાવવા પાછળનું કારણ શું ? 


2 વષૅમાં સીગ્નેચર બ્રીજ બાદ આ જેટી ઉપર ટ્રાફીક પણ ઘટશે ત્યારે ગુ.મે.બોડૅનાં હોશિયાર જવાબદારો આ પ્રકારનું કામ શા માટે કરે છે તે ન સમજાય તેવી બાબત છે. ત્યારે જાણકારો માની રહ્યા છે કે જો કામ થાય તો જ બીલ બને અને બીલ બને તો જ વહીવટ થાય ! 


આમ, એક દિવસમાં હજારો યાત્રિકોની અવર જવર વાળા આ જેટી પર આ પ્રકારની નબળી સંરક્ષણ  દિવાલ બનાવી ને શું જીએમબી યાત્રિકો અને બેટ વાસીઓનાં જીવ સાથે ચેડા કરવા માંગે છે ?