જામનગર મોર્નિંગ - જામનગર 


સચાણા પાસે બાકી રહેલ રકમની ઉઘરાણી કરવા સાત શખ્સોએ એક યુવાનને રોકવી બોલેરોમાં રહેલ મચ્છી તમજ રૂ. 80000 લઈ નાસી જતા પંચ એ ડીવીઝન પોલીસે સાત શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

મળતી વિગત મુજબ સચાણા પાસે સાત શખ્સોએ એક યુવાનને રોકાવી અગાઉના રૂ. ની ઉઘરાણી કરી ગાડીમાં રહેલ મચ્છી તેમજ રૂ. 80,000 લઇ ગયા હોય તે દરમ્યાન પંચ એ પોલીસ સ્ટેશનને બાતમી મળતા આ બનાવ બુધવારે સાંજે 6 વાગ્યાના આસપાસ સચાણા ગામથી દુર ફિશરીજના પેટ્રોલ પંપ પાસે બનતા ફરીયાદી અલ્તાફ સલીમભાઈ કકલએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરતા પોલીસે સાત શખ્સોને ઝડપી લઈ પુછપરછ હાથ ધરી હતી તે દરમ્યાન આરોપી અહેમદ મુસા સોઢાને અલ્તાફના મોટા ભાઈ પાસેથી રૂ. 90,000 લેવાના બાકી હોય તે બાબતનો ખાર રાખ આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી અલ્તાફની બોલેરો વાહન રોકાવી ફરિયાદીને ગાળો કાઢી માર મારવાની ધમકી અલ્તાફની ગાડીમાં ભરેલ મચ્છીના બોક્સ તથા કેરેટ સાથે અંદાજે આશરે રૂ. 80,000 કાઢી બળજબરી પૂર્વક કાઢી બોલેરો વાહનમાં ભરીને નાસી ગયા હતા. પંચ એ ડીવીઝન પોલીસે અહેમદ મુસા સોઢા, હસન અહેમદ સોઢા, મામદહુસેન મુસા સોઢા, નયુમ અહેમદ સોઢા, મુબારક ઈકબાલ સંઘાર, નુરમામદ ઈકબાલ સંઘાર અને ઇશાક સુલેમાન સોઢા નામના સાત શખ્સોને ઝડપી લઈ આઈપીસી કલમ 384, 385, 341, 323, 294(ખ), 143, 147, 506 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.