જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં આવેલ ખંભાળિયા ગેઈટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસકર્મીને રૂ. 2500ની લાંચ લેતા ઝડપી લઈ એસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

મળતી વિગતો મુજબ જામનગરમાં સીટી એ ડીવીઝનની આવેલ પેટા ચોકીમાં એસીબીનું ગ્રહણ ચાલી રહ્યું છે, થોડા સમય પહેલાં પંચ એ ડીવીઝનમાં પીએસઆઈ 50 હજારની લાંચ લેતા ઝડપાયા હતા જ્યારે આજે બપોરે ખંભાળિયા ગેઈટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા અરજણભાઈ ખીમાભાઈ ડાંગર ફરિયાદીના માણસોને અરજી તપાસમાં હેરાન પરેશાન નહીં કરવા અને માર નહીં મારવા માટે ફરિયાદી તથા સાહેદની હાજરીમાં રૂ. 6000 લાંચ માંગી હોય જ્યારે રૂ. 3500 આગલા દિવસે લઈ લીધેલ હોય અને રૂ. 2500 આજે દેવાના હતા ત્યારે એક જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરતા એસીબીએ લાંચનુ છટકું ગોઠવી લાંચ સ્વીકારતા પકડાઈ જતાં આરોપીને એસીબી ઓફિસે લઈ જઈ કોવિડની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરશે.