ફેક આઈડી બનાવી વીડિયો ફોટા વાયરલ કર્યા: લાલુપર તાલુકાના નાંદુરી ગામના શખ્સ વિરુધ્ધ ફરિયાદ
જામનગર મોર્નિંગ - દ્વારકા
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં રહેતી એક યુવતીને લાલપુર તાલુકાના નાંદુરી ગામે રહેતા શખ્સે મિત્રતા કેળવી બાદમાં લગ્ન કરવા માટે અવાર નવાર બદનામ કરતો અને ફોન મેસેજ કરી અપશબ્દ બોલતો તેમજ યુવતી અને તેના કુટુંબને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતી એક 20 વર્ષની યુવતીને જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામે રહેતો મિલન નારણભાઈ વરુ નામના શખ્સને ફરીયાદી યુવતી સાથે મિત્રતા હોય તેથી મિલને યુવતી પાસે લગ્નની વાત કરતા ફરિયાદી યુવતીએ લગ્ન કરવાની ના કહેતા એક તરફી પ્રેમમાં પાગલ મિલને અવાર નવાર ફોન કરી અપશબ્દો કહેતા અને ફરિયાદી યુવતીના ભાઈનું ફેક આઈડી બનાવી યુવતીના ફોટા તથા ડાન્સ કરતા વીડિયો બદનામ કરવાના ઈરાદેથી અપલોડ કરી અભદ્ર ભાષામાં મેસેજો કરી યુવતીને લગ્ન કરવા માટે દબાણ કરતો હોય અને જો લગ્ન નહીં કરે તો યુવતી તથા તેના કુટુંબને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ ઘરે વાત કરતા બાદ યુવતીએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં જામનગરના લાલપુર તાલુકામાં આવેલ નાંદુરી ગામે રહેતા શખ્સ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા કલ્યાણપુર પોલીસે આઈપીસી કલમ 354 (એ) (2) (4), 500, 504, 506(2), આઇટીએક્ટ કલમ 66 સી વિરુધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment