જામનગર મોર્નિંગ - રાજકોટ  

મુખ્યમંત્રીની હાજરીમા આઈપીએસ મીણાએ કેમરામેનનુ ગળુ દબાવ્યાનુ કહેવાય છે. ગુજરાત ફર્સ્ટ ચેનલ ના રિપોર્ટર કલ્પેશ ગોહેલ અને કેમેરા મેન કિશોર વાડોલિયા સાથે થયું છે.આઈપીએસ અધિકારી એ કવરેજ કરવાની મનાઈ છે તેવું કહી મીડિયાકર્મીઓ સાથે અશોભનીય વર્તન કરતાં હોબાળો મચ્યો.


મીડિયા ને ઑફિસિયલ કોઈ આમંત્રણ હતું જ નહિ માહિતી ખાતા કે કલેકટર તંત્ર તરફથી. વિજય રૂપાણી સરકાર માં તંત્ર ખૂબ દોડતું સ્થાનિક ભાજપ ઉત્સાહ થી કામ કરતું. દરેક લોકાર્પણ અને ખાતમુહર્ત ની આમંત્રણ પત્રિકાઓ મીડિયા સુધી પહોચતી. નવી સરકાર માં આ તમામ પત્રિકાઓ બંધ થઈ છે. સ્થાનિક ભાજપ ને પણ આ બાબતે બહુ ચિંતા રહેતી નથી.


કાર્યક્રમ રાજકોટ થી 35 કિમી દૂર હોવાથી મીડિયાએ ભાજપના પ્રવકતા રાજુ ભાઈ ધ્રુવ ને વ્યવસ્થા માટે કહ્યું હતું. જે અંતર્ગત રાજુ ભાઈ ધ્રુવે માહિતી ખાતા અને કલેકટર ની સાથે સંકલન કરી ગાડી ની વ્યવસ્થાઓ પણ કરાવી હતી જેમાં મીડિયા ગયું હતું કાર્યક્રમ સ્થળ પર એન્ટ્રી થી અંદર 8 કિમી મીડિયા અંદર પહોચ્યું હતું જ્યાં ડોમ હતો. પરંતુ મીડિયા ને એન્ટ્રી થી અટકાવવા માં નહોતા આવ્યા. અંદર ગયા બાદ મીડિયા ને વિઝ્યુલ લેતા અટકાવ્યા હતા. જેથી કેટલાક પત્રકારો ગાડી સુધી પરત પણ ફર્યા હતા. પરંતુ આ સમયે બીજા ના રોષ નો ભોગ ગુજરાત ફર્સ્ટ ના રિપોર્ટર અને કેમેરા મેન બનતા મામલો ડિટેઇન સુધી પહોચ્યો હતો. ત્યાર બાદ સમગ્ર મામલે મીડિયાએ મુખ્યપ્રધાન ને રજૂઆત કરતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું.