1840 લીટર દેશીદારૂ કબ્જે: બે શખ્સ ફરાર: રૂ. 1.38 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે   

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેર તેમજ દરેડમાં વિસ્તારમાં સીટી બી અને પંચ બી પોલીસ દ્વારા દેશીદારૂ અર્થે કાર્યવાહી કરી પાંચ શખ્સને 1840 લીટર દેશીદારૂ સાથે ઝડપી લઇ રૂ. 1.38 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે કરી બે શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 


મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ નાગેશ્વર, ગાયત્રી મંદીરની સામે રહેતો નામચીન બુટલેગર વિશાલ વિનોદ બારીયા નામના શખ્સના રહેણાંક મકાનમાં 850 લીટર દેશીદારૂ કિંમત રૂ. 17,000 રાખેલ હોય તેવી બાતમી મળતા સીટી બી ડીવીઝનના પીઆઈ કે.જે. ભોંયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એમ. કાંટેલીયાને સાથે રાખી સ્ટાફના રવિરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા અને હરદીપભાઈ બારડએ બાતમીના આધારે દરોડો પાડી વિશાલ સાથે વિજય સુખાભાઈ મકવાણા નામના બે શખ્સને ઝડપી લઈ દારૂ સપ્લાય કરનાર નવાગામ ઘેડમાં રહેતો કિશન ગુજરાતીને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

આ કાર્યવાહી પીઆઈ કે.જે. ભોંયે, પીએસઆઈ સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફના હિતેષભાઈ ચાવડા, રવિરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ સોઢા, યુવરાજસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર અને હિતેશભાઈ સાગઠીયા દ્વારા કરવામાં આવી હતી. 


જયારે બીજા દરોડામાં દરેડ ગામમાંથી અલ્ટો કારમાં રાખેલ 425 લીટર દેશીદારૂ કિંમત રૂ. 8500 તેમજ કારની કિંમત રૂ. 1,00,000 અને એક નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. 1000 કુલ મળી રૂ. 1,09,500ના મુદામાલ સાથે પાલરવ ભીખાભાઈ હાજાણી અને દેદલાભાઈ જીવણભાઈ ગુજરીયા નામના બે શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


તેમજ ત્રીજા દરોડામાં દરેડ ગામમાં અફઝલ માર્કેટના ગલીના છેડે તીરંગા ખોલીની સામે રહેતા શામળા કમાભાઈ માતકા નામનો શખ્સ ખોલીમાં દેશીદારૂ રાખી ગેરકાયદેસર વેંચાણ કરતો હોય તેવી બાતમી મળતા 565 લીટર દેશીદારૂ કિંમત રૂ. 11,300 સાથે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા આ જથ્થો સપ્લાય કરનાર પીપળી ગામમાં રહેતો રાયઘન ઉર્ફે રાઘલો જાલુ ગુજરીયા નામના શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

આ કાર્યવાહી પીએસઆઈ જે.ડી. પરમાર તથા સેકન્ડ પીએસઆઈ ડી.સી. ગોહીલ તથા સ્ટાફના રણજીતસિંહ જાડેજા, દિલુભા જાડેજા, ખીમાભાઈ જોગલ, રમેશભાઈ મકવાણા, ભગીરથસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.