જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં ગુલાબનગર ચેકપોસ્ટ પાસે પટેલ ટ્રાવેલ્સમાંથી બે મહિલાઓ 5 નંગ ઈંગ્લીશ દારૂ અને 4 નંગ બિયર સાથે ઝડપાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર ચેક પોસ્ટ પાસે સીટી બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે પટેલ ટ્રાવેલ્સને રોકી તલાસી લેતા ડ્ર્રાઈવર તેમજ ક્લિનર ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયા હતા ત્યારબાદ પોલીસે તલાસી લેતા બસમાંથી રણજીતસાગર રોડ પર ગ્રીન સીટી વિસ્તારમાં શેરી નંબર 11માં રહેતી મીતલબા યોગેન્દ્રસિંહ જીલુભા રાઠોડ નામની મહિલા એક નંગ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાઈ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે જામનગર શહેરમાં ગાંધીનગર, મોમાઈનગર શેરી નંબર એકમાં રહેતી રંજનબા ઉર્ફે રજનીબા મજબુતસિંહ બચુભા જાડેજા નામની મહિલા ચાર નંગ ઈંગ્લીશ દારૂ તેમજ ચાર નંગ બિયર સાથે ઝડપાઈ જતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરોક્ત બંને મહિલાઓ પટેલ ટ્રેવેલ્સમાં જામનગર આવી રહી હોય અને ચેકીંગ દરમ્યાન ઝડપાઈ જતા બંને વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment