જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૮ : નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેદ્ન્ર સરકાર દ્વારા તાજેતરમાં આર્મીમાં ભરતી કરવા માટે "અગ્નિપથ" યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ સૈનિકને ૪ વર્ષની નોકરી રહેશે અને ૪ વર્ષ પછી નોકરી પૂર્ણ જો કે નિવૃત્તિ બાદ અન્ય કોઈ સરકારી લાભ કે પેન્સનની પણ કોઈ જોગવાઈ આમાં નથી.

બિહાર , હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં મોટી સંખ્યામાં લોકો આર્મીમાં ભરતી થવા માટે તૈયારી કરતા હોય છે અને સાથે જ દેશના તમામ રાજ્યોમાં વિદ્યાર્થીઓ અનેક જિલ્લાઓમાં આર્મીમાં ભરતી થવા માટે સખત તૈયારી કરતા હોય છે ત્યારે સરકારે અગ્નિપથ યોજના થકી આર્મીની નોકરી ફક્ત ૪ વર્ષની કરતા આર્મીની તૈયારી કરતા વિદ્યાર્થીઓના કેરિયર પર જોખમ ઉભું થતા દેશના અનેક રાજ્યોમાં આ યોજનાનો સખત વિરોધ થઇ રહ્યો છે.

સાથે જ જામનગરમાં પણ આજે સવારથી જ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આર્મી માટેની શારીરિક પરીક્ષા લેવાઈ ગઈ અને લેખિત બાકી છે તે તાત્કલિક યોજવા માટે માંગ કરાઈ હતી અને અગ્નિપથ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાથીઓ મોટી સંખ્યામાં આવી પહોચતા પોલીસ પણ હેબતાઈ ગઈ હતી બાદમાં પોલીસએ અનેક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.