જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના જામજોધપુરમાંથી સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતી પાંચ મહિલા સહિત છ શખ્સ રૂ. 4550ના મુદામાલ સાથે ઝડપાઈ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં આવેલ જામજોધપુરમાં આંબલી ફળી પાસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા શીતલબેન વિવેકભાઈ ચૌહાણ (રહે. ઉમીયાજી ચોક, જામજોધપુર), મનીષાબેન જયેશભાઈ ગોંડલીયા (રહે. બાલમંદિર પાછળ ફળીએ, જામજોધપુર), ભાવનાબેન હીરાભાઈ વરાણીયા (રહે. ઉમિયાજી ચોક, જામજોધપુર), મંજુબેન બઘાભાઈ ડાભી (રહે. ચકલા ચોક જુનાં પોલીસ સ્ટેશન પાછળ, જામજોધપુર), રંજનાબેન કાંતિભાઈ વરાણીયા (રહે. બાલ મંદિર પાછળ આંબલી ફળી, જામજોધપુર) અને જયેશ ભગવાનજીભાઈ તરાવીયા (રહે. પુનમ રોડ બરફનું જૂનું કારખાનાની બાજુમાં, જામજોધપુર) નામની પાંચ મહિલા સહિત  છ શખ્સ રૂ. 4550ના મુદામાલ સાથે ઝડપાઈ જતા જામજોધપુર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.