જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૮ : જામનગર શહેરમાં ગંભીર બાબતો કરતા સામાન્ય બાબતે તકરાર અને માથાકુટો વધારે થઇ રહી છે નાની - નાની છોકરાંઓ જેવી બાબતમાં મારકૂટ અને હત્યાઓ સુધી મામલા પહોચી જવાના બનાવ અવાર - નવાર આપણા સૌના ધ્યાન પર આવ્યા છે.

આવો જ એક બનાવ ગઈકાલે મોડી રાત્રે બન્યો છે. રાત્રે ૧૧-૧૨ વાગ્યાના સુમારે ખોડીયાર કોલોનીમાં આવેલ માલધારી હોટલ પાસે ૨૪ વર્ષીય જયદીપ કાપડી નામના યુવાન પર જામનગરના જ પ્રદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા,ભગી જાડેજા અને તેના ત્રણ ભાઈઓએ સાથે મળીને અગાઉના ઇન્સ્ટાગ્રામ લાઈવમાં થયેલ મનદુખના કારણે હુમલો કર્યો હતો અને ધોકા અને પાઈપ વડે માર મારવામાં આવતા ઈજાગ્રસ્ત જયદીપ કાપડીને રાત્રે જ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો અને બનાવને પગલે સીટી સી ડીવીઝન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.