• પ્રાકૃતિક ખેતી તરફ સહુએ વળવું જોઈએ---વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાકલનો ઈન્ડિયન લાયન્સની ૨૩મી કોન્ફરન્સમાં C.M.ના એડી.pro અને નેશનલ ઓર્ગેનાઇઝેશના ધરોહરનો પડ્યો પડઘો અને શ્રી પંડ્યાનો પડ્યો બોલ ઝીલતા મેમ્બર્સ-ડાયરેક્ટર્સ-સપોર્ટસએ કર્યુ પાલન

  • ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રન અને મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી હિતેષભાઈ પંડ્યાની પ્રેરણાત્મક પહેલની ઠેર ઠેર પ્રશસ્તિ અને અપનાવવાના અભિગમથી માનવજાતની કુદરત સાથે સંકલનની નવી દિશાનો ઉદય---નિષ્ણાંતો નો અભિપ્રાય

  • જામનગના રાજમાર્ગો પર ‘લીલી રેલી’ નગરયાત્રાએ આકર્ષણ જમાવ્યુંપર્યાવરણની થીમ પર “લીલી” નગરયાત્રા

  • નેશનલ ચેરમેન તરીકે અક્ષયભાઈ ઠક્કરની પુન: નિયુક્તિ, ગુજરાતમાં ઈન્ડિયન લાયન્સની ૭૦થી વધુ ક્લબો દ્વારા અભિયાન : આ વર્ષે ૧૫૧ ક્લબનો લક્ષ્યાંક


જામનગર ( ભરત ભોગાયતા)


દેશદાઝ--દેશભાવ--દેશ દિશા માટે સમર્પિત સંસ્થાની નેશનલ કોન્ફરન્સ અને ક્રીએટીવ ઇવેન્ટસ માટે બે દિવસ જામનગર યજમાન બન્યુ અને જામનગર ને આ લ્હાવો મળ્યો તેમજ ખુબ મહત્વની બાબત એ છે કે શિસ્ત-ચોક્સાઇ અને પ્રગતિના આગ્રહી હિતેષભાઇ સંસ્થાને બુલંદી તરફ લઇ જઇ સૌ રચનાત્મક ભાઇઓ બહેનો ને અવિરત સંસ્થામા જોડી રાષ્ટસેવા સાથે માનવજાતની સેવા અને ભાવિ પેઢી ને ભવ્ય વારસો આપી શકાય તે માટે સફળતાપુર્વક કર્યરત હોવાનુ પણ તેમની નજીકના વર્તુળો જણાવે છે



- ઈન્ડિયન લાયન્સ એક સ્વદેશી અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી સંસ્થા છે. જે છેલ્લા 27 વર્ષથી ગુજરાતના વિવિધ શહેરો અને મહાનગરોમાં કાર્યરત છે. જેની 70 થી વધુ ક્લબો ગુજરાતમાં વિવિધ સેવાઓ કરે છે. આ સંસ્થા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિચારોને સમર્પિત ૨૭ વર્ષ જૂની સંસ્થા છે. આ સંસ્થાનો હેતુ સમાજમાં રહીને સમાજના વંચિતોનો વિકાસ કરવાનો છે.


- સર્વિસ વિથ નેશનલ સ્પીરીટના મુદ્રાલેખ સાથે ઈન્ડિયન લાયન્સ ક્લબ વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કરે છે. આ સેવાકીય કાર્યોનો અનેક લાભાર્થીઓને લાભ મળતો હોય છે. ત્યારે આ સ્વદેશી સેવાકીય સંસ્થા ઈન્ડિયન લાયન્સની ૨૩મી નેશનલ કોન્ફરન્સ યોજાઈ અને ઇન્ડિયન લાયન્સના નેશનલ ચેરમેન તેમજ તેમની ટીમનો શપથ સમારોહ છોટીકાશી જામનગરના આંગણે તા. ૨૮ અને ૨૯ મે, એમ બે દિવસ સુધી યોજાયેલ. નગરના આંગણે સૌ પ્રથમ વખત યોજાયેલા આ પદગ્રહણ સમારોહ પર્યાવરણ થીમ પર આધારિત હતો. જેને લઈ શહેરમાં જાગૃતિ અર્થે રેલી પણ યોજાઈ હતી. જેમાં ગુજરાતના અલગ – અલગ શહેરોમાંથી આવેલી ઈન્ડિયન લાયન્સ સંસ્થાના લાયન્સ અને લાયોનેસ પોતાની ટીમ સાથે હાજર રહ્યા હતા. રેલી દરમ્યાન સંસ્થાના લાયન્સ અને લાયોનેસ પર્યાવરણ બચાવો જાગૃતિના સંદેશ સાથે ગરબે ઘુમ્યા હતા.


- ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રન ઈ.લા. હિતેષભાઈ પંડ્યાએ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઈન્ડિયન લાયન્સની ૭૦થી વધુ ક્લબો છે અને હજુ આ વર્ષે ૧૫૧ ક્લબ થાય અને વધુને વધુ લોકોની સેવા થઈ શકે તેવો આપણો નિર્ધાર છે. Green Warriors for Clean India, Green India ના સૂત્ર સાથે દરેક ક્લબ દ્વારા ૧૫૧ ક્લબના લક્ષ્ય સાથે ૧૫૧ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવું જોઈએ. દરેક સભ્યોએ પોતાના સંપર્કમાં આવતા ખેડૂતને પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરે તે માટે પ્રયાસ કરવાનો છે. ધરતી આપણી માતા છે અને મા ને ઝેર પીવડાવાનું કામ આપણે નથી કરવાનું, ધરતી મા કેમિકલ મુક્ત થાય તે માટે દરેક સભ્યોએ મહેનત કરવાની છે. આપણું પાલન પોષણ આ ધરતી માતા કરે છે તો આપણે પણ ધરતી માતાનું ઋણ ચુકવવું જોઈએ. દરેક ગામમાં શક્ય એટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વધે તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. ગામેગામ જઈને ઈન્ડિયન લાયન્સ ક્લબે પ્રાકૃતિક ખેતી અને ગામનું પાણી ગામમાં જ સંગ્રહિત થાય અને એ જ પાણીથી ખેતી થાય એ સંદેશ આપવાનો છે. 


-ઈન્ડિયન લાયન્સના ફાઉન્ડર એવા ઈ. લા. કૌશિકભાઈ બુમિયાએ નેશનલના હોદ્દેદારોને સેવાના શપથ લેવડાવ્યા હતા અને ઈન્ડિયન લાયન્સના વ્યાપ વધારવા માટેના ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રન, ઈ. લા. હિતેષભાઈ પંડ્યાના 151 ક્લબના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ તેઓએ ઈન્ડિયન લાયન્સની 27 વર્ષથી અવિરત સેવા અને વ્યાપ વધારવાના પ્રયાસો કર્યાં છે તેને વાગોળ્યાં હતા.

ઈન્ડિયન લાયન્સના ચેરમેન ઈ.લા. અક્ષયભાઈ ઠક્કરએ શપથગ્રહણ બાદ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સતત બીજી વખત મને ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા સેવા કરવાનો અવસર મળ્યો છે તો હું નિષ્ઠાપૂર્વક કામ કરતો રહીશ. ‘પર્યાવરણ બચાવો’ અભિયાન હેઠળ દરેક ક્લબે પર્યાવરણને સુરક્ષિત રાખવા પ્રયાસ કરવાનો છે. લોકડાઉનમાં દરેક શહેર પ્રદૂષણ મુક્ત બન્યા હતા અને કુદરતનું સાચુ રૂપ આપણે જોઈ શક્યા હતા. એ દ્રશ્યને આપણે રોજ નિહાળી શકીએ તે માટે પ્રયાસો કરવાના છે. જેમ બને તેમ પ્રદૂષણ ઓછું થાય, વાહનોનો બિનજરૂરી ઉપયોગ ટાળવો અને શક્ય હોય તો સાયકલ કે ચાલતા જઈને કામ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આ શરૂઆત પ્રથમ તો આપણા ક્લબ દ્વારા થાય તે આવશ્યક છે. આ ચોમાસામાં આપણે દરેકે પાણી બચાવવા પ્રયાસ કરવાનો છે અને લોકોને પણ પાણી બચાવવાના અભિયાન સાથે જોડવાના છે. દરેક ગામમાં પાણી સંગ્રહ માટે વ્યવસ્થા કરીને તે પાણીથી જ ગામમાં પાણીના સ્તર ઉપર આવે તેવા પ્રયાસ કરવા જોઈએ. પર્યાવરણ સ્વચ્છ બનશે તો આપણા સૌનું અને આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બનશે. માટે આપણે વ્યક્તિગત રૂપથી ચિંતા કરીશું તો અન્ય વ્યક્તિઓ પણ આપણી પાસેથી પ્રેરણા લેશે. મારો સૌને અનુરોધ છે કે આપણા ચીફ પેટ્રન સાહેબે ૧૫૧ ક્લબના લક્ષ્યાંક સાથે દરેક ક્લબ ૧૫૧ વૃક્ષો ઉછેર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે તેને આપણે પૂરો કરીશું અને આ પર્યાવરણ દિવસ પર ‘પર્યાવરણ બચાવો’ અભિયાન હેઠળ આપણી ક્લબ દ્વારા વિશેષ કાર્યક્રમો થાય તેવી અપેક્ષા રાખું છું.


જામનગર ખાતે નેશનલ કોન્ફરન્સ તેમજ ચેરમેન પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન પર્યાવરણની થીમ પર કરવામાં આવ્યુ હતું. પદગ્રહણ સમારોહની સાથોસાથ રણમલ તળાવના પરિસર ખાતે ઈન્ડિયન લાયન્સ દ્વારા પર્યાવરણ થીમ ગ્રીન ઈન્ડિયા, ગ્રીન ગુજરાત પર રેલીનું આયોજન કરાયું હતું. રેલી બાલાહનુમાન મંદિરથી જુની આરટીઓ કચેરી સુધી ચાલી હતી. તા. ૨૯ મેના રવિવારના રોજ નેશનલ કોન્ફરન્સ તેમજ પદગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત તેમજ રાજ્ય બહારથી પણ ક્લબના સભ્યો હાજર રહ્યા હતા.


-જામનગરના યજમાનપદે યોજાઈ ગયેલી ઈન્ડિયન લાયન્સની નેશનલ કોન્ફરન્સ તેમજ ચેરમેન શપથ સમારોહને સફળ બનાવવા સંસ્થાના ચીફ પેટ્રન ઈ.લા. હિતેષભાઈ પંડ્યા અને ઈમિજિયેટ પાસ્ટ નેશનલ ચેરપર્સન ઈ.લા. આશાબેન પંડ્યા, અને ઈન્ડિયન લાયન્સના નેશનલ ચેરમેન ઈ. લા. અક્ષયભાઈ ઠક્કર, ઈ.લા. વનરાજભાઈ ગરૈયા (વાઈસ નેશનલ ચેરમેન), ઈ.લા. વિજયાબેન કટારીયા(નેશનલ સેક્રેટરી), ઈ.લા. સુરેશભાઈ કટારીયા(ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ), ઈ.લા. શોભનાબા ઝાલા (નેશનલ જોઈન્ટ સેક્રેટરી) તથા જામનગર ઈન્ડિયન લાયોનેસના પ્રણેતા અને કોન્ફરન્સના સંયોજક નિરૂપમાબેન વાગડીયા (પાસ્ટ નેશનલ સેક્રેટરી), ઈ. લા. હંસાબેન રાવલ (લાયોનેસ નેશનલ કન્વીનર), ઈ. લા. બીનાબેન બદિયાણી, ઈ.લા. કુમુદબેન પાઠક, ઈ. લા. નયનાબેન દવે, ઈ.લા. માલિનીબેન શાહ, ઈ. લા. આશાબેન જોશી, ઈ.લા. પ્રીતિબેન ઓઝા, ઈ.લા. પુષ્પાબેન આહિર, ઈ. લા. સુરેશભાઈ આહિર, અતુલભાઈ મહેતા, શ્રી રાજુભાઈ સિક્કાવાળા તથા કાર્યક્રમને સફળ બનાવવા નેશનલ ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ઈ. લા. મૌલિકકુમાર આસોડિયા અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી તથા ઈન્ડિયન લાયન્સના ફાઉન્ડર અને મુરબ્બી એવા ઈ. લા. કૌશિકભાઈ બુમિયાનું માર્ગદર્શન મળી રહ્યું હતું.


ઈન્ડિયન લાયન્સના નેશનલ હોદ્દેદારોના નામ


ઈ. લા. કૌશિકભાઈ બુમિયા, ફાઉન્ડર(વડોદરા), નેશનલ ચેરમેન

ઈ. લા. હિતેષભાઈ પંડ્યા(ગાંધીનગર), ચીફ પેટ્રન

ઈ. લા. આશાબેન પંડ્યા(ગાંધીનગર), ઈમિજિયેટ પાસ્ટ નેશનલ ચેરપર્સન

ઈ. લા. અક્ષયભાઈ ઠક્કર(ભૂજ), નેશનલ ચેરમેન

ઈ. લા. વનરાજભાઈ ગરૈયા(રાજકોટ), નેશનલ વાઈસ ચેરમેન

ઈ. લા. વિજયાબેન કટારીયા(રાજકોટ), નેશનલ સેક્રેટરી

ઈ. લા. ધીમંતભાઈ એ. શેઠ) કો – નેશનલ ચેરમેન

ઈ. લા. રેખાબેન ચેટર્જી(વડોદરા), કો – નેશનલ ચેરમેન

ઈ. લા. શોભનાબા ઝાલા(મોરબી), નેશનલ જોઈન્ટ સેક્રેટરી

ઈ. લા. ભાર્ગવભાઈ દવે(વડોદરા), નેશનલ જોઈન્ટ સેક્રેટરી

ઈ. લા. રાધેશ્યામભાઈ યાદવ(ગાંધીનગર), નેશનલ જોઈન્ટ સેક્રેટરી

ઈ. લા. મૌલિકભાઈ આસોડિયા(ગાંધીનગર), નેશનલ ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી

ઈ. લા. કૌશિકભાઈ આર. ટાંક(રાજકોટ), નેશનલ પ્રોજ્કેટ ડાયરેક્ટર

ઈ. લા. સતીષભાઈ કડકિયા(વડોદરા), નેશનલ ટ્રેઝરર

ઈ. લા. યાસીનભાઈ એસ. રંગરેજ(વડોદરા), એડવાઈઝર

ઈ. લા. અજયભાઈ એન. ભટ્ટ(વડોદરા), એડવાઈઝર

ઈ. લા. સુભાષભાઈ પંચોલી(વડોદરા), એડવાઈઝર

ઈ. લા. અંજનાબેન નાઈક(નવસારી), એડવાઈઝર

ઈ. લા. દર્શનાબેન એ. ભટ્ટ(વડોદરા), એડવાઈઝર

ઈ. લા. જ્યોતિબેન એસ. પંચોલી(વડોદરા), એડવાઈઝર

ઈ. લા. હંસાબેન રાવલ(જામનગર), ઈન્ડિયન લાયોનેસ નેશનલ કન્વીનર

ઈ. લા. ઝહેરાબેન એ. મિયાગામવાલા(વડોદરા), ઈન્ડિયન લાયોનેસ નેશનલ કો-કન્વીનર

ઈ. લા. જાગૃતિબેન પી. ખીમાણી(રાજકોટ), ઈન્ડિયન લાયોનેસ નેશનલ કો-કન્વીનર

ઈ. લા. પ્રફુલભાઈ પી. સોની(વડોદરા), લાયન્સ બ્રાન્ડ એમ્બેસેડર

ઈ. લા. પ્રિયાબેન સોની(વડોદરા), લાયોનેસ બ્રાન્ડ એમ્બેસેડર

ઈ. લા. સંજીવભાઈ યાદવ(ગાંધીનગર), નેશનલ ઓફિસ સેક્રેટરી

ઈ.લા. પીયૂષસિંહ સોલંકી(ગાંધીનગર), નેશનલ મીડિયા કન્વીનર

ઈ. લા. સુરેશભાઈ કટારીયા(રાજકોટ), સ્ટેટ પ્રેસિડેન્ટ

ઈ. લા. ધીરૂભાઈ સુરેલીયા(મોરબી), સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ

ઈ. લા. હસમુખભાઈ આર. પ્રજાપતિ(વડોદરા), સ્ટેટ સેક્રેટરી

ઈ. લા. મયૂરભાઈ સોની(રાજકોટ), વેસ્ટ સેક્ટર ચેરમેન

ઈ. લા. વંદનાબેન એચ. પ્રજાપતિ(વડોદરા), સાઉથ સેક્ટર ચેરમેન

ઈ. લા. હિમાંશુભાઈ પંચાલ(અમદાવાદ), નોર્થ સેક્ટર ચેરમેન

ઈ. લા. દીપીકાબેન દવે(વડોદરા), સેન્ટ્રલ સેક્ટર ચેરમેન


bgb jmr accre.journalist since 23 yrs......8758659878

bhogayatabharat@gmail.com