જામનગર મોર્નિંગ - ભાણવડ તા.28 : ભાણવડ પંથકના બરડા વન્ય પ્રાણી અભ્યારણ્યમાં હાલ વરસાદી માહોલમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે પ્રવાસીઓની સાથે ગુનાહિત પ્રવૃત્તિના ઇરાદે અન્ય લોકો આરક્ષિત જંગલ વિસ્તારમાં ના પ્રવેશે તેની તકેદારીના ભાગ રૂપે બરડા વન વિભાગ પોરબંદરના નાયબ વન સંરક્ષક શ્રી ડી. જે. પંડ્યા સાહેબના માર્ગદર્શન મુજબ  ભાણવડ વનવિભાગની ટીમ પેટ્રોલિંગ માં હતી જે દરમિયાન બરડા અભ્યારણ્યના કિલેશ્વર નજીક આવેલ ધોરાઘૂના વિસ્તારમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરતાં  (1) રામશંગ કાના સુમણીયા (2) જીગર આપર્થા (3) ભરત માનસંગભા માણેક (4) દેવાંશુ નીતિનભાઈ કુબાવત (5) રઘુ અરભમ ગુજરીયા (6) આલાણી રણછોડ માલદે (7) શિવદાન કલ્યાણ નાજાણી (8) કેવલ મોહન ચૌહાણ (9) ધર્મેશ દેવા સુમણીયા અને (10) ઈશ્વર કરશન માનકા આ દસ ઈસમોને બરડા વન વિભાગમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ પકડવામાં આવેલ અને તેઓની સામે ભારતીય વન અધિનિયમ -1927 તથા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ -1972ની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહીમાં ગુન્હા પેટે એડવાન્સ રિકવરી 5 હજાર રૂપિયા દંડ વસુલ કરવામાં આવેલ તેમજ બરડા જંગલના કિલેશ્વર મહાદેવ જતા લોકોને વન વિભાગ તરફથી અપીલ કરવામાં આવે છે કે જંગલમાં ગુનાહિત કૃત્ય ના કરે વન વિભાગની બરડા ડુંગરમાં ચાંપતી નજર રહેશે.


આ કાર્યવાહી ભાણવડ નોર્મલ રેન્જના આર. એફ. ઓ. ડી. સી. સોલંકી, વનપાલ એમ.આર. સોઢા, ફોરેસ્ટ ગાર્ડ વી. બી. કુછડીયા પી. જે. માળીયા તેમજ રાજુભાઈ જેઠવા દ્વારા કરવામાં આવેલ.