• રસ્તો બિસ્માર હોવાના કારણે ઠાકર શેરડી અભ્યાસ માટે પીપળીયા અને માળી ગામના 220 થી વધુ વિદ્યાર્થી અભ્યાસ માટે જાય છે જેઓને ચોમાસામાં તકલીફ પડતી હોઈ અને તંત્ર દ્વારા આ રસ્તા ની મંજૂરી ન મળતી હોવાના કારણે ખેડૂતોને પોતાના સ્વખર્ચે આ રસ્તો બનાવવાની ફરજ પડી

 

જામનગર મોર્નિંગ – ખંભાળીયા તા.૨૪ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઠાકર શેરડી થી પીપળીયા અને માળી ગામ સુધી જતો સાત કિમિ નો માર્ગ ખેડૂતો એ પોતાના સ્વ ખર્ચે બનાવવાની કામગીરી શરૂ કરી હતી 7 કિમિ સુધીનો આ રોડ રસ્તા બિસમાર હાલત માં હોવાના કારણે લોકો ને ભારે હાલાકી પડી રહી હોઈ જેથી બાળકો ને શાળા એ જવા આવવામાં તેમજ ખેડૂતો ને તેના ખેતરમાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા જવા માટે પણ અનેક મુશ્કેલી ઓનો સામનો કરી રહ્યા હોઈ જેથી સ્થાનિકો એ આઠ ટ્રેકટર એક જેસીબી અને એક કટર મશીન સહિત સ્થાનિક લોકો અને યુવાનો દ્વારા આ રોડ રસ્તા ની કામગીરી શરૂ કરી હતી.

 

ચાલુ વર્ષે ખંભાળિયામાં 104 % થી વધુ વરસાદ વરસતા ખંભાળીયા તાલુકા ના છેવાળા ના ગામ પીપળીયા થી ઠાકર શેરડી સુધીનો વાડી વિસ્તારમાં આવેલ 7 કિમિ સુધીનો રોડ વર્ષોથી બિસ્માર હાલત માં હોવાના કારણે અહીંના 100 જેટલા પરિવારો ને અસર થતી ત્યારે સ્થાનિકો સાથે કિસાન કોંગ્રેસ દ્વારા પણ આ રોડ રસ્તા મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ રસ્તો બનાવવા માટે સર્વે થઇ ગયો પરંતુ વહીવટી તંત્ર ની મંજૂરી ન મળતા હાલ બિસ્માર હાલત મા રસ્તો હોઈ જેથી સરકાર દ્વારા રસ્તો તાત્કાલિક બનાવવા મા આવે અને સરકારી ઉત્સવો અને મહોત્સવો મા કરોડો રૂપિયા નો ખર્ચ કરતી આ સરકાર ખેડૂત ના પાયાના પ્રશ્ન એવા આ રોડ રસ્તાનું કામ કરવામાં વિલંબ કરતા હોઈ તે ખેડૂતો ને અન્યાય થતો હોઈ જેથી આ રોડ રસ્તા નું કાર્ય સરકાર દ્વારા તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરી હતી જોકે પીપળીયા થી ઠાકર શેરડી ગામ સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલત માં છે અને ચોમાસામાં અહીં થી અવર જવર કરતા પરિવાઓ ને વધુ મુશ્કેલીઓનું સામનો કરવો પડી રહ્યો છે જેના લીધે આસપાસ ના 5 જેટલા ગામો ને સીધી અસર થતી હોય અને આ 7 કિમિ સુધીનો લાંબો માર્ગ 100 જેટલા પરિવારો અવર જવર કરવા માં તકલીફ થતી હોઈ જેથી સ્થાનિક લોકો એ ફંડ એકઠું કરી સરકારી ની રાહ જોયા વિના અઠવાડિયાથી આ રોડ રસ્તાનું કાર્ય શરૂ કર્યું હતું અને આ ખેડૂતો દ્વારા સરકારી લાભ વિના જ પોતાની જરૂરિયાત મુજબ ના આ રોડ પોતાની જાતેજ બનાવવાનું નક્કી કરી અને કપચી ભરી રોડ બનાવી નાખ્યો હતો.