જામનગર મોર્નિંગ – કલ્યાણપુર તા.૨૫ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકા મથકે કબીરનગર વિસ્તારમાં આવેલ પાણી ઓઝમાં પડી જતા એક યુવકનું ગંભીર મોત નીપજ્યું છે.

કલ્યાણપુરના કબીર નગર વિસ્તારમાં આવેલ ઓઝના પાણીમાં વસરામ દેવાભાઈ મકવાણા નામનો યુવાન ગઈકાલે ડૂબી જવાનો બનાવ બનતા આ અંગે પોલીસમાં જાણ કરાતા તાકીદે પોલીસ કાફલો આવી પહોચ્યો હતો અને સ્થાનિક તરવૈયાણી મદદ લઈને ઓઝમાં શોધખોળ કરાતા યુવકનો મૃત દેહ મળી આવ્યો હતો જે મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસએ આગળની તપાસ હાથ ધરી છે.