- શ્રાવણ મહિનામાં ઘુમલી અને બરડા ડુંગરમા મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે તૂટેલ આ રોડ તાકીદે રીપેર થવો જરૂરી
જામનગર મોર્નિંગ - ભાણવડ : ભાણવડ તાલુકાના ભેનકવડ ગામથી મોખાણા થઈને ઘુમલી જતો આશરે 4-5 કિમિનો જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો આ રસ્તો અગાઉ 10 વર્ષ પહેલા નવો બન્યો હતો જે બાદ થાગડ થીગડાં કરાવીને ચલાવાઈ રહ્યું છે એમાં 2-3 વર્ષથી તો રસ્તાની હાલત અતિશય ખરાબ થઇ ગઇ છે તેમાં અધૂરામાં પુરૂ ગયા ચોમાસામાં ભાણવડ - પાછતર રોડ પર ભેનકવડ ગામ પાસે આવેલ બ્રિજ તૂટી જતા તે રોડનો ડાયવર્ઝન પણ આ ભેનકવડ- મોખાણા-ઘુમલીના તૂટેલા રોડ પર કાઢતા તે વાહન વ્યવહાર પણ આ રોડ પર વળ્યો છે જેથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ રોડ નવીનીકરણ માટે 2 વર્ષ પહેલા મંજુર થઇ ગયો હતો 3 થી વધારે વખત ટેન્ડર કરવામાં આવ્યા ત્યારે હમણાં ટેન્ડર ભરાયું છે. એ ટેન્ડર મુજબ રોડનું નવીનીકરણ ચોમાસા બાદ દિવાળી આસપાસ થાય તેમ છે પણ હાલમાં રોડની હાલત અતિશય ખરાબ છે ત્યારે અહીં હાર્ડમોરમ નાખીને હંગામી ધોરણે રીપેર કરવો ખુબ જરૂરી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીં શ્રાવણ મહિના દરમિયાન ઘુમલી અને બરડા ડુંગરમાં જવા માટે દૂર - દૂરથી માણસો મોટી સંખ્યામાં આવતા હોય અને હાલ રોડમાં મોટા ઉંડા ખાડા પડી ગયા છે વરસાદમાં આ ખાડા ભરાઈ એટલે મોટરકારને તથા મોટરસાયકલ જેવા નાના વાહનોને પસાર થવામાં વધારે મુશ્કેલી પડી રહી છે મોટર અવાર નવાર રોડમાં ફસાઈ જાય છે અને મોટરસાયકલ ચાલક અવાર નવાર અકસ્માતે પડી જાય છે ત્યારે આ રોડના ખાડા તાકીદે ભરવા ખુબ જરૂરી છે.
0 Comments
Post a Comment