જામનગર મોર્નિંગ – જામનગર તા.૨૪ : દેશ અને રાજ્યમાં લાંબા સમયની રાહત બાદ કોરોના કેશમાં ધીમે ધીમે અમુક વિસ્તારોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે સરકારી તંત્ર પણ સચેત થઈને કોરોના બાબતે સાબદું બન્યું છે. આજે તા.૨૪ની વાત કરીએ તો આજે જામનગર શહેરમાં ૪૪૩ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૦૫ લોકોના કોરોના પોઝીટીવ કેશ નોંધાયા છે. અને ૦૨ વ્યક્તિને સારવાર માંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ કુલ ૬૪ લોકો સારવાર હેઠળ છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના વાત કરીએ તો ૨૧૭ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૦૫ લોકોના કોરોના પોઝીટીવ કેશ નોંધાયા છે અને ૦૪ વ્યક્તિને સારવાર માંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે જે નવા કેશો આવ્યા છે તેમાં દ્વારકા ૦૨ અને ભાણવડમાં ૦૩ મળીને કુલ ૦૫ કેશ થાય છે.
0 Comments
Post a Comment