647 નંગ દારૂની બોટલ અને 144 નંગ બિયર સાથે એક શખ્સ ઝડપાયો: બે ફરાર: રૂ. 5 લાખનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં વહોરાના હજીરા પાસેથી 647 નંગ ઈંગ્લિશ દારૂની બોટલ, 144 નંગ બિયર તેમજ છોટાહાથી અને ફોન સહિત રૂ. 5 લાખનો મુદામાલ કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરી બે શખ્સની શોધખોળ હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ વ્હોરાના હજીરા પાસે નાગેશ્વર રોડ પરથી જઈ રહેલ છોટાહાથીને રોકાવીને ગુલાબનગર ચોકીના પીએસઆઈ તથા સ્ટાફના માણસોએ બાતમીના આધારે ઈંગ્લિશ દારૂની 647 નંગ બોટલ તથા 144 નંગ બિયર કિંમત રૂ. 3,41,500 તેમજ છોટાહાથી કિમંત રૂ. 1,50,000 અને એક ફોન કિમંત રૂ. 8,500 કુલ મળી રૂ. 5,00,000 સાથે દિનેશ શશીકાંતભાઈ વજાણી નામના શખ્સને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા ઈકબાલ ઉર્ફે બાઠીયો ઉમર નાયક અને સંજય ઉર્ફે શકાભાઈ નામના બે શખ્સના નામ ખુલતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ કે. જે. ભોયે, પીએસઆઈ એમ. એલ. ઓડેદરા તથા સ્ટાફના અજયભાઈ ચાવડા, પ્રદીપસિંહ રાણા, રાણાભાઈ આંબલીયા અને નટવરભાઈ કાગડીયા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.