જામનગર મોર્નિંગ – જામનગર તા.૨૫ : જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારની શેરીમાં એક વિશાળ વૃક્ષ જે ભારે પવન અથવા વરસાદમાં ગમે ત્યારે નીચે પડે એમ હતું અને વૃક્ષ નીચે પડે તો મકાન અને પસાર થતા લોકોને પણ ભયંકર નુકશાન પહોચાડે તેમ હતું.

 

જે ઝાડને ફાયર વિભાગ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કટિંગ કરીને કોઈપણ જાતનું નુકશાન ના થાય તેમ દુર કરવામાં આવતા ત્યાં આજુબાજુના લોકોએ રાહતનો દમ લીધો છે.