જામનગર મોર્નિંગ – જામનગર તા.૨૫ ; જામનગર શહેરના ગૌવંસમાં વીતેલા થોડા દિવસોથી લમ્પી રોગચાળાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે હજારોની સંખ્યામાં ગૌવંસ રોગની લપેટમાં આવી ચુક્યા છે અને ઓટી સંખ્યામાં મૃત્યુ પણ થઇ રહ્યા છે. મૃત થતા પશુના આકડા પર નજર કરવા જઈએ તો હજારને આંબવા આવ્યો હોય શકે.
જામનગર શહેરમાં લમ્પી
રોગચાળાથી જે ગૌવંસ પશુધનનું મૃત્યુ થાય છે તેને ઠેબા નજીક ખાડા કરીને દાટવામાં
આવે છે જેની તસ્વીરો આજે સામે આવતા મન થાળી વાર માટે ચકિત થઇ જાય તેવા દ્રશ્યો છે.
મોટો ખાડો કરીને તેમાં ૩૦-૪૦ ગાયોને ભેગી દાટવામાં આવી રહી છે અને એવી પણ ચર્ચા
ઉઠી છે કે દાટતી વેળાએ તેમાં મીઠું પણ નાખવામાં આવતું નથી. સુત્રો પાસેથી મળતી
માહિતી મુજબ દરરોજના ૪૦ જેટલા ગૌવંસને આવા ખાડા કરીને તેમાં દફનાવવામાં આવી રહ્યા
છે. આમ હાલમાં જામનગર શહેરમાં લમ્પી રોગચાળાએ ભરડો લીધો છે અને તેની ઝપેટમાં
શહેરના અસંખ્ય પશુધન આવીને મોત નીપજી રહ્યા છે.
0 Comments
Post a Comment