જામનગર મોર્નિંગ – જામનગર તા.૨૫ : જામનગર શહેરમાં ચોરીના બનાવો ખાસ વધી રહ્યા છે જેમાં વાહન ચોરીના કિસ્સા પણ સામેલ છે ત્યારે ગઈ તા.૨૩/૦૭/૨૦૨૨ ના રોજ ફરીયાદીશ્રી મહમદવસીમ સતારભાઇ ગોલાવારા રહે. જામનગર વાળા પોતાનુ હીરો સપ્લેન્ડર પ્લસ મો.સા. જી.જે .૧૦ બીકયુ ૩૭૩૦ નુ નાગનાથ સર્કલ પાસે રોડ ઉપર પાર્ક કરેલ હતુ . જે મો.સા. કોઇ અજાણયો માણસ ચોરી કરી લઇ જતા ફરીયાદીએ સીટી બી પો.સ્ટે . માં અજાણયા માણસ વિરૂધ્ધ ફરીયાદ કરેલ હતી . જે ગુનો વણશોધાયેલ હતો. જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલ સાહેબ નાઓની સુચના તથા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહીલ ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા . આ દરમ્યાન સ્ટાફના સંજયસિંહ વાળા , દિલીપભાઇ તલાવડીયા તથા હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમી હકિકત આધારે ત્રણ દરવાજા પાસેથી આરોપી નામ હરીશભાઇ લખુભાઇ ખાણીયા રહે . વિકટોરીયાપુલ પાસે , ભારતવાસ , જામનગર વાળાના કબ્જા માંથી ચોરી કરી મેળવેલ હીરો સપ્લેન્ડર પ્લસ મો.સા. જી.જે .૧૦ બીકયુ ૩૭૩૦ નુ મળી આવતા કિ.રૂ. ૨૫,૦૦૦ / - ગણી પો.હેડ કોન્સ . ભગીરથસિંહ સરવૈયાએ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીને સીટી બી ડીવી પો.સ્ટે.માં સોપી આપેલ છે.