જામનગર મોર્નિંગ – જામનગર તા.૨૪ : જામનગર શહેર અને જીલ્લામાં પોલીસણી પ્રોહીબીશન ડ્રાઈવ યથાવત શહેરના કડીયાવાડ વિસ્તારમાંથી ૬૫ બોટલ સાથે એક ઇસમ ઝડપાયો તથા ધોરાજીના સપ્લાયારનું નામ પણ ખુલવા પામ્યું છે. 



જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું સાહેબ નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહીલ ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા . દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા , દિલીપભાઇ તલાવડીયા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં કડીયાવાડ , કોટફળીમાં રહેતા આરોપી રાકેશભાઇ નિરંજનભાઇ વસાના રહેણાંક મકાન માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ- ૬૫ કિ.રૂ. ૨૬,૦૦૦ / - તથા એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦/ - મળી કુલ રૂ.૩૧,૦૦૦/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.હેડ કોન્સ . યશપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે . દારૂ સપ્લાય કરનાર સલીમ ઉર્ફે બાબર હાજીઇસ્માઇલ કુરેશી રહે . ધોરાજી જી.રાજકોટ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે. 



આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહીલની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા , તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.