જામનગર મોર્નિંગ - લાલપુર : કપાસનો નવો પાક થતો આવે છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ થતી જાય છે ત્યારે ગઈકાલે લાલપુર માર્કેટીંગ યાર્ડમાં પણ નવા કપાસની આવક શરૂ થઇ હતી જયારે વેપારીઓએ પરંપરા મુજબ ધાર્મિક વિધિ પૂર્ણ કરીને નવા કપાસની હરાજીના શ્રી ગણેશ કર્યા હતા જેમાં બોણીમાં લાલપુર માર્કેટિંગ યાર્ડમાં આવેલ ભોગાયતા ટ્રેડર્સ અને ચામુંડા ટ્રેડર્સ વચ્ચે બોલી બોલાઈ હતી જેમાં કપાસના બોણીમાં મણના આઠ હજાર અને નેવું રૂપિયા ભાવ બોલાયો હતો. હાલ કપાસની નવી આવક શરૂ થઇ છે અને ભાવ પણ ખુબ સારા મળતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
0 Comments
Post a Comment