જામનગર મોર્નિંગ - દ્વારકા તા.૧૫ : દ્વારકા તાલુકાના મકનપુર ગામે આવેલ તળાવ કાંઠે અને આજુબાજુના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં માછલીઓ દેખાઈ રહી છે. જે તમામ માછલીઓના મૃતદેહ હોય તેવું દેખાઈ રહ્યું છે. સ્થાનિકો માંથી જાણવા મળી વિગતો મુજબ આ માછલીઓ મીઠા પાણીમાં રહેતી હોય તે માછલી છે.
મકનપુરની સીમમાં આવેલ તળાવ કાંઠે અને તળાવમાં દેખાતી મૃત માછલીઓ તળાવ માં મોટી સંખ્યામાં જ્યાં નજર પહોચે ત્યાં સુધી ઢગલા દેખાઈ છે. આટલી માછલીઓ આવી રીતે મૃત હાલતમાં કેમ છે તે અંગે હજુ સુધી જાણવા મળ્યું નથી. આ બનાવથી જીવદયા પ્રેમીઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે.
0 Comments
Post a Comment