• નાયબ મામલતદાર અને કારકુનો દ્વારા સમય સુચકતાનો અભાવ સમય વીત્યા બાદ પણ અનેક અરજીઓ પડતર

મોર્નિંગ Exclusive
ભરત હુણ 

જામનગર મોર્નિંગ - ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાની મહેસુલી કચેરીઓમાં હક્કપત્રક નોંધો, જમીનને લગત અન્ય અરજીઓ વિગેરે અનેક કામો સમય વીત્યા બાદ પણ પડતર રહે છે.


સરકારી કચેરીઓમાં દરેક કામ માટે સમય નિયત કરાયો હોય છે સરેરાશ 7 દિવસ થી લઈને 90 દિવસ સુધીનો સમય અરજીના પ્રકાર આધારે નક્કી કરાતો હોય છે જે સમય મર્યાદાની અંદર કામ કરવા માટે સરકારી કર્મચારીઓ/અધિકારીઓ બંધાયેલ હોય તેવું કહી શકાય અને આ સમયગાળામાં કામ થઇ જવુ જોઈએ તેવો નાગરિકનો પણ અધિકાર હોય છે.


દેવભૂમિ દ્વારકા જીલ્લાની મહેસુલી કચેરીમાં ખાસ કરીને હક્કપત્રક નોંધના કિસ્સામાં 45 થી મહત્તમ 90 દિવસમાં નોંધનો નિકાલ કરવાનો હોય છે જે નોંધોના નિકાલ કરવામાં નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર વધારે સમય વેડફે છે પરિણામે નાગરિકોના સમયસર કામ થતા નથી તેવો દેકારો ઉઠવા પામ્યો છે હક્કપત્રક નોંધ સિવાયના કામોમાં પણ મહેસુલી કચેરીઓમાં નાગરિક અધિકાર પત્રકમાં બતાવ્યા મુજબના સમય કરતાં વધુ સમય કામ કરવામાં લગાડવામાં આવે છે જે અંગે જિલ્લાના અધિકારીઓ તાબા હેઠળના કર્મચારીઓ અધિકારીઓને સમયસર કામ કરવા માટેની ટકોર કરવી જરૂરી છે જેથી જીલ્લાના નાગરિકોની સમયસર અરજીઓનો નિકાલ થાય અહીં તો જવાબ માંગનારૂ કોઈ નથી તેવો દ્રશ્યો હાલ જીલ્લાની મહેસુલી કચેરીઓમાં જોવા મળી રહ્યા છે.