- પ્રમુખના ગામ ફતેપુરના તલાટીએ જ હુમલો કર્યો હોવાની માહિતી
જામનગર મોર્નિંગ - ભાણવડ તા 30 : ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ અને તેમના ભાઈ પર તેમના જ ગામ ફતેપુરના તલાટી મંત્રીએ જીવલેણ હુમલો કર્યો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે ગંભીર રીતે ઘવાયેલ પ્રમુખ અને તેમના ભાઈને પ્રાથમિક સારવાર ભાણવડ આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ તાલુકા પંચાયત પ્રમુખ ફતેપુર ગામના રહેવાસી છે પોતે તાલુકા પંચાયત પ્રમુખ હોય જેથી તેમના ગામમાં વિકાસ માટેની ગ્રાન્ટ ફાળવતા હતા પણ ભ્રષ્ટાચાર સહીત અનેક આરોપોને લીધે તે વિકાસ કામો થઇ શકતા નહતા જેથી પ્રમુખને તલાટી મંત્રી સાથે અવાર નવાર વિવાદો થતા હતા આજે બપોરે ભાણવડ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં પણ આ અંગે ચર્ચા અને વિવાદ થયો હતો જે બાદ પ્રમુખ અને તેના ભાઈ પર છરી વડે જીવલેણ હુમલો થયો છે જેમાં પ્રમુખને પગના ભાગમાં અને મોઢામાં છરીના ઘા વાગ્યાં અને એમના ભાઈ પણ ગંભીર રીતે ઘવાયા છે. આ જીવલેણ હુમલો ફતેપુર ગામના તલાટી મંત્રી પ્રદીપસિંહ ડોડયાએ કર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે.
0 Comments
Post a Comment