કુલ રૂ. 4.45 લાખનો મુદામાલ કબ્જે
જામનગર મોર્નિંગ - જામનગર
ખોજાબેરાજા સીમમાંથી બે શખ્સને પંચ બી ડીવીઝન પોલીસે 13 મોટરસાયકલ તથા 15 મોબાઈલ ફોન સાથે બે શખ્સને રૂ. 4,45,500ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જામનગર જિલ્લાના ખોજાબેરાજાની અડાવાની સીમમાં બાવળની જાળમાં મુદામાલ સગેવગે કરતા હોય તેવી બાતમી પંચ બી ડીવીઝન પોલીસને મળતા પોલીસે દરોડો પાડી સ્થળ પરથી કાહરૂ મોજુભાઈ મેડા (રહે. દોઢિયા ગામની સીમમાં, મૂળ રહે. બાવડી ગામ, તડવી ફલીયા, મધ્યપ્રદેશ) અને જીતેન સુબલભાઈ હીટલા (રહે. હનેલન્ડા સીમમાં, રાજકોટ મૂળ રહે. કોટબુ, પટેલ ફલીયા, નાનપુર, મધ્યપ્રદેશ) નામના બે શખ્સને મોટરસાયકલ નંગ 13 કિંમત રૂ. 3,85,000 તેમજ 15 નંગ મોટરસાયકલ કિંમત રૂ. 60,500 કુલ મળી રૂ. 4,45,500નો મુદામાલ કબ્જે કરી ચોરીના અનડીટેકટ ગુનાઓ ડિટેક્ટ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ ઝડપાયેલા મુદામાલ માંથી રાજકોટના 2 અને જામનગરનો પંચ બી ડીવીઝન પોલીસ મથકના કુલ 3 ગુના ડિટેક્ટ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહી પીએસઆઈ આર. એ. વાઢેર તથા સ્ટાફના એમ. એલ. જાડેજા, નિર્મલસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment