ધ્રોલ-જામનગરમાંથી 37 બોટલ ઝડપાઈ: 1 શખ્સ ઝડપાયો: ત્રણ ફરાર: રૂ. 5.45 લાખનો મુદામાલ કબ્જે

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર, ધ્રોલ અને જામજોધપુરમાંથી ઈંગ્લિશ દારૂના દરોડા કરી ઈંગ્લિશ દારૂની 61 નંગ બોટલ સાથે ચાર શખ્સને ઝડપી લઈ રૂ. 5.45 લાખનો મુદામાલ કબ્જે કરી નાસી ગયેલ ત્રણ શખ્સની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામજોધપુરના ગીંગણી રોડ પર કોલેજની સામે રોડ પર જીજે 10 સીજી 9905 નંબરની કાર રોકાવી તલાશી લેતાં ઈંગ્લિશ દારૂની 24 નંગ બોટલ કિંમત રૂ. 12,000 ત્રણ નંગ મોબાઈલ કિંમત રૂ. 15,000 અને કાર કિંમત રૂ. 5,27,000નો મુદામાલ કબ્જે કરી પાર્થ રામદેવ ઓડેદરા, કમલ ઉર્ફે લાલો ભીખુ ધામેચા અને સંજય જસમત કુડેચા નામના ત્રણ શખ્સને જામજોધપુર પોલીસે ઝડપી લઈ દારૂ પહોંચાડનાર શસીકાંન્ત કેશુ સીણોજીયા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે ધ્રોલમાં આવેલ ભરવાડ શેરીમાં રહેતો માંડા ઉર્ફે માંડો સીંધાભાઈ વરૂ નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ઈંગ્લિશ દારૂની 13 નંગ બોટલ સાથે ઝડપી લઈ કડવા આલા ઝુંઝા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

તેમજ જામનગર શહેરમાં દી. પ્લોટ 59 જેડી બ્રેડની બાજુમાં આવેલ પ્રતાપ પાનની સામે રહેતા પ્રદીપ ઉર્ફે ટપાલી રાજેશ મંગેના રહેણાંક મકાનમાંથી 24 નંગ ઈંગ્લિશ દારૂની બોટલ ઝડપી લઈ પ્રદીપની શોધખોળ હાથ ધરી છે.