• ભાણવડના ઇતિહાસમાં કલંક્તિ ઘટના સામે કડક પગલાં ભરવા ભાજપ - કોંગ્રેસના આગેવાનોએ સાથે આવ્યા.

(ભરત હુણ - ભાણવડ)

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.01 : તાલુકા પંચાયત પ્રમુખ અને તેના પિતરાઈ ભાઈ પર તિક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કરનાર તલાટી કમ મંત્રી પ્રદીપસિંહ ડોડીયાને સરકારી ફરજ માંથી ડિસમિસ કરવા અને કાયદાકીય કડકમાં કડક સજા કરવા માટે આજે ભાણવડમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે તલાટીના દફતર માંથી કાગળો, પેન સ્ટેશનરી હોવી જોઈએ તેને બદલે છરી જેવા ઘાતક હથિયાર સાથે રાખે તે કંઈ રીતે ચલાવી લેવાઈ. આવેદનપત્ર આપવામાં કોંગ્રેસ - ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા.


આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ માલદેભાઈ રાવલીયા અને તેના પરિવાર પર તલાટી કમ મંત્રી ફતેપુર પ્રદિપસિંહ ડોડીયા દ્વા૨ા છરી વડે જીવલેણ હુમલો થયો છે . આ ઘટના રાજયનો કાયદા અને વ્યવસ્થાની ચાડી ખાઈ છે. માલદેભાઈ રાવલીયા તાલુકા પંચાયતના પ્રમુખ હોવાના નાતે , તેઓની ફ૨જ બજાવતી વખતે , વિકાસના કામોની ગુણવતાની ફ૨ીયાદની મિટિંગ દરમિયાન ઉચ્ચ અધિકારી પાસે ૨જુ ક૨ે અને તે બનાવની કલાકોની અંદર આ કામ સાથે જોડાયેલ તલાટી કમ મંત્રી છરી વડે ઘાતક હુમલો કરી તે આ બન્ને બનાવોની એક સાંકળ હોય શકે. ગુજરાત રાજયના જાહેર જીવનમા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાઅધિકા૨ી ઉ ૫૨ આવા ઘાતક હુમલાન કલંક સ્વરૂપે જોઈ શકાય છે . તેમજ સ૨કા૨ી નોકરી કરતા કર્મચારી પોતાની પાસે ઘાતક હથિયારો રાખે અને એ હથિયા૨ થી જીવલેણ હુમલો કરે તે શરમ જનક ઘટના ગણાય આ આવેદનપત્રથી અમે આપને વિનંતિ કરીએ છીએ કે , આ ઘટનાની તટસ્થ અને વૈજ્ઞાનિક તપાસ ક૨વામા આવે અને ગુન્હો કરનાર વિરૂધ્ધ ન્યાયિક કાર્યવાહી સમય મર્યાદા અંદર પૂરી થાય તે રીતે સંબંધિત વહિવટ વિભાગ તેઓની ફ૨જ નિભાવે તે માટે ઉચિત કાર્યવાહિ ક૨વા આ આવેદનપત્ર માંગ કરાઈ હતી.


આવેદનપત્ર આપવામાં ડૉ. સાજણભાઈ વારોતરીયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સાજણબાપા રાવલીયા,પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, જીલ્લા પંચાયત સદસ્ય કે. ડી. કરમુર, તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ કનારા, તાલુકા પંચાયત ચેરમેન સદસ્યો, હીરાભાઈ નનેરા, પ્રદીપભાઈ બગડા, મુકેશભાઈ વાવાણોટિયા, કારાભાઈ ચાવડા, ગિરધરભાઈ વાઘેલા સહીત તાલુકાના મોટા ભાગના ગામોના સરપંચ સહીત અનેક આગેવાનો અને સામાન્ય માણસો જોડાઇને એકી અવાજે તલાટી પર કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.



  • હિંસક તલાટીના થેલામાં પેન-દસ્તાવેજો ને બદલે છરી કેમ આવી !

તાલુકા પંચાયત પ્રમુખ માલદેભાઇ રાવલીયા અને એના 2 થી 3 ભાઈઓ પર ઘાતકી હુમલો કરીને તલાટી પ્રદીપસિંહ ડોડીયા પોલીસ સ્ટેશન સામેથી હાજર થઇ ગયો. પોલીસએ 307 સહીતની કલમો લગાવીને વધુ તપાસ હાથ ધરી. તલાટીના થેલામાં છરી આવી ક્યાંથી કેમ આવી છરી સાથે રાખતો તે અંગે ઉંડાણ પૂર્વક તપાસ જરૂરી.


વધુ તસવીરો  :-