• આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકોને સજા થઇ હશે બાકીના બિંદાસ ફરી રહ્યા છે !

તીરછી નજર – ભરત હુણ

જામનગર મોર્નિંગ – જામનગર તા.૩૧ : આપણા દેશની લોકશાહી વિશ્વના અનેક દેશો કરતા ચડિયાતી છે આપણું બંધારણ પણ બીજા દેશો કરતા ચડિયાતું છે તેવું આપણે અવાર નવાર સાંભળ્યું હશે અને ક્યારેક કહ્યું પણ હશે. દરેક દેશ એના બંધારણનું સન્માન ભેર અને ગૌરવભેર પાલન કરતા હોય છે તેમ આપણે પણ આપણા બંધારણનું પાલન કરીએ છીએ. આપણા દેશમાં કોઈ પણ ગુનો બને તો તેની સજા તેમાં નક્કી કરાયેલ હોય છે અને તે સજાના નિર્ણય નક્કી કરવા માટે ન્યાયાલય હોય છે.


આપણે અત્યારે દેશ અને રાજ્ય કરતા આપણા હાલારની વાત કરી રહ્યા છે હાલાર એટલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનો વિસ્તાર આ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વીતેલા ૧ દશકામાં ડઝનબંધ હત્યાઓ/ખૂન થયા છે એમાંથી મોટા ભાગના ખૂનના કેશમાં આરોપીઓ મળી આવ્યા છે અને અમુક બનાવોમાં હજુ કોઈ પગેરું મળ્યું નથી. ત્યારે આપણા બંધારણમાં ભારતીય ફોજદારી અધિનિયમ – ૧૮૬૦ મુજબ ગુના ના ગુણદોષ આધારે હત્યામાં ૨૦ વર્ષની જેલ, આજીવન સજા અથવા તો ફાંસીની સજા કાયદામાં નક્કી થયેલ છે. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વીતેલા એક દશકામાં ડઝન બંધ હત્યાઓ ખૂન ખરાબાઓ થયા તેમાંથી કેટલા આરોપીને ફાંસીની સજા થઇ કેટલા ને આજીવન સજા થઇ અને કેટલાને ૨૦ વર્ષની સજા પડી ? આ સવાલ સતાવી રહ્યો છે . આપણે ગુનેગારોને સજા કરવામાં ક્યાં કાચા પડી રહ્યા છે. આરોપીઓ છટકબારીઓ શોધીને નીકળી જાય છે પોલીસ પ્રશાશન અને ન્યાયતંત્ર લાચાર કેમ બની જાય છે કેમ આપણે સાચા આરોપીને શોધીને સજા કરાવી શકતા નથી કેમ આપણે ભોગગ્રસ્તને સાચો ન્યાય અપાવી શકતા નથી. બંધારણ નબળું નથી કાયદો નબળો નથી આપણી સીસ્ટમ અને આપણે નબળા પડી રહ્યા હોય એવું બની શકે જેથી આટલી વિશાલ સંખ્યામાં પોલીસ અને ન્યાયાલય હોવા છતાં સાચા લોકોને ન્યાય મળતો નથી અને હત્યારાઓ બિંદાસ ફરી રહ્યા છે !