6 શખ્સ ઝડપાયા: બે ફરાર: રૂ. 76.48 લાખનો મુદામાલ કબ્જે

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શંકરટેકરી ઉદ્યોગનગરમાં થયેલ લાખો રૂપિયાની ચોરીનો ભેદ જામનગર એલસીબીએ ઉકેલી 6 શખ્સને ઝડપી લઈ રૂ. 76.48 લાખનો મુદામાલ કબ્જે કરી બે શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં શંકર ટેકરી ઉદ્યોગનગરમાં સ્ટર્લિંગ એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાંથી લાખો રૂપિયાના બ્રાસના ભંગારની ચોરીનો બનાવ સામે આવતા બાદ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 19,200 કિલો રૂ. 84.48 લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

બાદ આ જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તપાસ હાથ ધરતા ચોરીનો માલ દરેડ ફેસ - 3, કનસુમરા રોડ પર આવેલ ઓરડીમાં રાખેલ હોય તેવી બાતમી મળતા કારખાનામાં કામ કરતો મધુસુદન ગજેન્દ્ર પાત્રા (રહે. ડોવા, એમપી) નામના શખ્સની ઓરડીમાંથી 16316 કિલો ભંગાર કિંમત રૂ. 71,79,040નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ બ્રાસનો ભંગાર મારુતિ વેનમાં લઈ જનાર પવનચકી જામનગરમાં રહેતો આસીફ હુદેદાસ મકરાણી નામના શખ્સના કબજામાંથી 280 કિલો ભંગાર કિમંત રૂ. 1,23,000 તેમજ જીજે 06 ઈડી 1221 કબ્જે કરી હતી. ત્યારબાદ ચોરીનો માલ રાખનાર મસીતીયા ગામનો શબ્બીર બોદુ ખીરા નામના શખ્સ પાસેથી 480 કિલો ભંગાર કિંમત રૂ. 2,11,200નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા કારખાનામાં કામ કરતા બિકાસ રાજકુમાર કંસારી (રહે. રાહુલ કૈલા ગામ ઓડિશા), હરિરામ અશોક કુમી (રહે. બલેહગામ એમપી), ધનંજય સહદેવ ભાતુ પાન (રહે. મજગાવ ઝારખંડ) નામના શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી નરેન્દ્ર કિશોરીલાલ કુરમી (રહે. ભૈસાગામ એમપી) અને મોસીન હુદેદાસ મકરાણી (રહે. જામનગર) નામના બે શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

કેવી રીતે ચોરીની યોજના બનાવી

આરોપીઓ કારખાનામાં મજૂરી કામ કરતા હોય અને બ્રાસના સળીયા અને ભંગાર ગોડાઉનમાં રાખેલ હતો ત્યાં શટરની સાઈડમાં આવેલ પટ્ટીઓ ગ્લાઈડર મશીન વડે કાપી નાખેલ હતી જેથી ચોરી થઈ હોય તેની કોઈને જાણ ન થાય અને દૂરથી કોઈ જોવે તો શટર લોક હોય તેમ દેખાય બાદ ગેંગના સભ્યો મોડી રાત્રે શટરમાંથી પ્રવેશ કરી ચોરી કરી ત્યારબાદ મેઈન ગેટની ડુપ્લીકેટ ચાવી બનાવેલ હોય જે ચાવીથી મેઈન ગેટ ખોલી વેનમાં ભરી નાસી જતાં હતાં.


આ કાર્યવાહી પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઈ આર.બી. ગજીયા, આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઈ વસરા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, અશોકભાઈ સોલંકી, નાનજીભાઈ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હીરેધભાઈ વરણવા, દિલીપભાઈ તલાવડિયા, શરદભાઈ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, અજયસિંહ ઝાલા, રાકેશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જે. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.