જામનગર મોર્નિંગ - જામનગર 


પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ ડાઉન થઇ ગયું છે. ભારતમાં મોટાભાગનાં લોકો એપનો ઉપયોગ કરી શકતાં નથી. લોકોને મેસેજ મોકલવામાં થઇ રહી છે તકલીફ. વોટ્સએપ ડાઉન થવાની ફરિયાદ લોકો ટ્વીટ પર કરી રહ્યાં.


વોટ્સએપ પર મેસેજ સેન્ડ કરવા પર એરર આવી રહ્યું છે. લોકોનો ઇન્ટરનેટ બરાબર ચાલતું હોવા છતાં મેસેજ સેન્ડ થતાં નથી. જેના પર ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર લોકો મિમ્સ શેર કરી રહ્યાં છે. આ સમસ્યાને લઇને Downdectectorને રિપોર્ટ કરવામાં આવી છે.