• ભાજપના કોઈ કાર્યકરે અમારા વિસ્તારમાં મત માંગવા કે પ્રચાર કરવા આવવું નહી - માલધારી સમાજની સ્પષ્ટ ચેતવણી

 

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.૨૪ : ગીર,બરડા અને આલેચમાં વસતા અને સ્થળાંતર થયેલા રબારી ભરવાડ અને ચારણ સમાજને રાષ્ટ્રપતિના ૧૯૫૬ન જાહેરનામાં મુજબ અનુસુચિત જનજાતિનો દરજ્જો મળેલ છે જેની સામે ગુજરાત સરકારે ૨૦૧૮નો પરિપત્ર કરીને જાતિ પ્રમાણપત્ર મળવાનું સ્થગિત કરી દીધેલ છે જેની વિરુદ્ધમાં માલધારી સમાજના મહંત કનીરામ બાપુ અને ભુવાઆતા જીવણ આતાની આગેવાની હેઠળ ભાજપ સરકાનો બહિષ્કાર કરવાનો અને પોતાના વિસ્તારમાં ના પ્રવેશવા દેવા માટે બેનરો મારવાની ઝુંબેશ શરુ કરાઈ છે.

 


જેમાં જુનાગઢ,ગીર સોમનાથ,પોરબંદર, જામનગર જીલ્લાની સાથે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના રાણીવાવનેશ,મોખાણા , પાછતર સહીતના ગામોમાં ભાજપ વિરુદ્ધમાં બેનરો લગાવીને ગામમાં મત માંગવા કે પ્રચાર કરવા ભાજપના કાર્યકરોએ ના પ્રવેશવું તેવું જણાવ્યું છે જો માંગ સ્વીકારવામાં નહી આવે તો વધુ ઉગ્ર આંદોલન અને વિરોધ કરવાની પણ માલધારી સમાજ દ્વારા ટકોર કરવામાં આવી છે. અત્રે ઉલ્લખેનીય છે કે માલધારી સમાજ ૪ વર્ષથી આ અંદોલન ચલાવી રહ્યો છે ચુંટણી સમયે આશ્વાસન આપીને જતા રહે અને બાદમાં હતું એ જ એટલે આ વખતે માલધારી સમાજ પણ લડી લેવાના મુડમાં છે.