• માલધારી સમાજની એક જ માંગ પ્રશ્નનું નિરાકરણ લાવો અન્યથા અમારા વિસ્તારમાં પ્રવેશવું નહી !

જામનગર મોર્નિંગ - જામનગર તા.૨૪ : ગીર , બરડા અને આલેચના નેશ વિસ્તારમાં વસતા અને ત્યાંથી સ્થળાંતર થયેલા રબારી ભરવાડ અને ચારણ સમાજને રાષ્ટ્રપતિના ૧૯૫૬ના જાહેરનામાં મુજબ અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જે મુજબ તેઓને અનુસુચિત જનજાતિ પ્રમાણપત્ર મળતા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૮માં નવો પરિપત્ર લાવીને ગીર,બરડા અને આલેચના માલધારી સમાજના જાતિ પ્રમાણપત્ર મળવાનું બંધ કરી દીધેલ છે અને જેઓને અગાઉ પ્રમાણપત્ર મળી ગયેલ છે તેઓને પણ અભ્યાસ નોકરી કે અન્ય અનુસુચિત જનજાતિના લાભો મેળવવા માટે જાતજાતની ઈરાદા પૂર્વકની ખરાઈઓ કરાવે છે ત્યારે ગઈ તારીખ - ૦૯/૦૯/૨૦૨૨ના રોજ જુનાગઢ જીલ્લાના પાણીધ્રા ગામે માલધારી સમાજનું મહાસંમેલન સાધુસંતો,ભુવાઆતા અને સમાજના આગેવાનો દ્વારા યોજાયું હતું જેમાં નક્કી થયા મુજબ જો તારીખ - ૩૦/૦૯/૨૦૨૨ સુધીમાં પ્રશ્નનું નિરાકરણ ના આવે તો સરકાર વિરુદ્ધમાં માલધારી સમાજ આંદોલન ચલાવશે.

 


માલધારી સમાજના અલ્ટીમેટમ મુજબની માંગો સરકાર દ્વારા ના સ્વીકારતા માલધારી સમાજ દ્વારા જુનાગઢ,ગીર સોમનાથ,પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જ્યાં - જ્યાં માલધારી સમાજની વસાહતો, સોસાયટી કે ગામો આવેલ છે ત્યાં ભાજપ સરકાર વિરુદ્ધ બેનરો મારીને પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી પ્રચાર કરવા કે મત માંગવા ના પ્રવેશવું તેવા ગામો ગામ બેનર લગાડવામાં આવી રહ્યા છે.

 

માલધારી સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધમાં બેનર ઝુમ્બેસ ગતિ પકડતા હવે ભાજપના નેતાઓએ પણ સ્થાનિક આગેવાનો સાથે બેઠકો કરીને પરિસ્થિતિ સંભાળવા માટે સૂચનાઓ અપાઈ હોવાનું આંતરિક સુત્રો જણાવી રહ્યા છે.