તિરુપતિ સોસાયટી મહાદેવ મંદિરે સભા યોજાઈ

જામનગર મોર્નિંગ - જામનગર 


 78-જામનગર (ઉત્તર) વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના અનુભવી અને સમાજસેવક તેમજ કાર્યરત ઉમેદવાર કરશનભાઈ કરમુરના ચુંટણી પ્રચાર અર્થે વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટીના ચુંટણી કાર્યાલયનું ઉદઘાટન દિલ્હી આમ આદમી પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

તેમજ વોર્ડ નંબર 5 અને 6, ગોકુલનગર તેમજ તિરુપતિ સોસાયટી મહાદેવના મંદિરે સભા યોજી વિવિધ સમાજના આગેવાનો સાથે મીટીંગ, લોકો સાથે જન સવાંદ અને ખાટલા બેઠકો યોજી સ્વયંભૂ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને કરશનભાઈને આવકાર અને સમર્થન મળ્યું હતું.

 પંજાબના આમ આદમી પાર્ટીના આગેવાનોએ ગુજરાતના ભાજપના શાસનમાં કાળઝાળ મોંઘવારીમાં ગરીબ અને મધ્યમવર્ગ પીસાઈ રહ્યો છે અને શિક્ષિત બેરોજગાર અને યુવા વર્ગમાં બેરોજગારીની સમસ્યાના કારણે ભાજપ સરકાર પ્રત્યે ભારે રોષ, નારાજગી છે અને આમ આદમી પાર્ટીના કાર્ય કરવાની પધ્ધતિ સમજાવી લોકોને ઉજાગર કર્યા હતા.