જે.એસ.જી. પોરબંદર નું સ્તૃત્ય કાર્ય

જામનગર મોર્નિંગ - જામનગર 

પોરબંદર સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી જૈન સોશિયલ ગ્રુપ પોરબંદર નાં સભ્ય તથા દશા  શ્રીમાળી વણિક જ્ઞાતિ ના કારોબારી સભ્ય સ્વ જેસીક ભાઈ જગદીશચંદ્ર શાહ ઉ.વર્ષ 45 નું તા.18.11.22 અરિહંત શરણ થતાં તેમના બનેવી મેહુલ ભાઈ શેઠ દ્વારા તેઓ ના ચક્ષુનું દાન કરવામાં આવેલ અને બે દૃષ્ટિ હિન બાંધવોને દૃષ્ટિ દાન આપતા ગયા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સદગત જેસિકભાઇ જે. શાહએ તાજેતરમાં જૈન સોશ્યલ ગ્રૂપ પોરબંદરના સેવા સપ્તાહ 15 ઓગસ્ટ 2022 ના રોજ ચક્ષુદાનનો સંકલ્પ કરેલ અને તેમની ઇરછા અને સંકલ્પ અનુસાર તેમનાં ચક્ષુનું દાન પોરબંદર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવેલ છે. વિવેકાનંદ યુથ ક્લબ અને જૈન સોશિયલ ગ્રુપ આ 44મુ ચક્ષુદાન છે. શહેરીજનોને પોતાના સ્વજનના આડોશી પાડોશ સગા સંબધીઓના અવસાન બાદ ચક્ષુદાન થાય તેમ કરવા અને  વિશેષ માહિતી પૂછપરછ માટે અનુપમ દોશી 9428233796 તેમજ ઉપેનભાઈ મોદી 9824043143 નો ૨૪×૭ ગમે તે સમયે સંપર્ક સાધવા અપીલ સહ વિનંતી છે