ગોકુલનગર વિસ્તારમાંથી આઠ શખ્સ જુગાર રમતા ઝડપાયા 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં શંકરટેકરી અને ગોકુલનગર વિસ્તારમાંથી 15 શખ્સને સીટી સી ડીવીઝન પોલીસે બાતમીના આધારે જુગાર રમતા ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં શંકરટેકરી સુભાષપરા વિસ્તારમાંથી સીટી સી ડીવીઝનના જાવેદભાઈ વજગોળ અને ખીમશીભાઈ ડાંગરે બાતમીના આધારે આફ્રિદી મહેબુબ દરજાદા, જીતેન્દ્ર રમેશ શિહોરા, યુનુસ ઇસ્માઈલ બ્લોચ, સુરેશ મોહન રાજપાલ, બસીર અબ્બાસ બાબવાણી, નિતા ભિખુ કીલાણીયા અને બિલકિસ ઉર્ફે બાનુ મહેબુબ દરજાદા નામના સાત શખ્સને જુગાર રમતા ઝડપી લઈ રૂ. 15,560ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે શહેરના ગોકુલનગર સાયોના શેરીમાંથી સીટી સી ડીવીઝનના જાવેદભાઈ વજગોળ અને ખીમશીભાઈ ડાંગરે બાતમીના આધારે જીતેન્દ્ર લજજારામ કાશી, મુનાલાલ દયારામસિંહ કાશી, પ્રધ્યુમન મહેન્દ્ર કાશી, રામબાબુ શત્રોહન કાશી, સંજય રામકિશોર રાઠોડ, સત્યેન્દ્ર ઉજાગરલાલ રાઠોડ, રાજેશ ઉદલસિંહ કાશિ અને કૃષ્ણમોરારી બાબુરામ કાશિ નામના આઠ શખ્સને રૂ. 14,730ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા પીએસઆઈ કે.આર. સીસોદીયા, ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ અને યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.