જામનગર મોર્નિંગ - જામનગર
વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી નેતા અને જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાને ગુજરાત હાઇકોર્ટ તરફથી રાહત મળી નથી. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.
મળતી વિગત મુજબ વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી નેતા અને જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાને ગુજરાત હાઇકોર્ટ તરફથી રાહત મળી નથી. વર્ષ 2007માં વાડીનાર એસ્સાર રિફાઇનરીમાં મારામારી તોડફોડ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના કેસમાં દાખલ થયેલ એફઆઇઆર બાદ શરૂ થયેલી ક્રિમિનલ કાર્યવાહી પડતી મુકવાની છૂટ માંગતી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. સરકાર વતી પ્રોસિક્યુશન પડતું મૂકવાની માંગણીને હાઇકોર્ટે ફગાવી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી ગમે ત્યારે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી શકે છે, એવામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે અને ચુંટણી લડી શકશે કે કેમ તે જોવું રહ્યું.
0 Comments
Post a Comment