જામનગર મોર્નિંગ : ખંભાળીયા - ભાણવડ વિધાનસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુળુભાઈ બેરા વિધાનસભા સીટના વિસ્તારમાં સતત પ્રવાસ કરી રહ્યા છે લોકોને મળી રહ્યા છે. મુળુભાઈ બેરા અગાઉ 1995 થી 2007 સુધી ગુજરાત સરકારમાં મંત્રી હતા ત્યારે સમગ્ર ગુજરાતની સાથે જામનગર જીલ્લા સાથે સતત જોડાયેલ લોક સંપર્ક જાળવી રાખ્યો હતો આ વિસ્તારમાં એ સમયગાળા દરમિયાન અનેક વિકાસ કાર્યો થયા છે. 2007 થી 2012 સુધી ધારાસભ્ય અને ત્યારબાદ તાજેતર સુધી ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન રહ્યા હતા.

મુળુભાઈ બેરા ટોચથી લઈને તળિયાના માણસ સુધી સીધા જોડાયેલ રહે છે દરેકની વાત સાંભળે છે અને નિરાકરણ લાવવામાં માને છે. મુળુભાઈ બેરાએ પોતાના જાહેર જીવનના ત્રણ દશકા જેટલાં સમયગાળા માં કરેલ વિકાસના લોક ઉપયોગી કામો લોકોના હૈયે વસેલા છે અને યાદ છે એટલે જ મુળુભાઈ બેરાએ ખંભાળીયા - ભાણવડ વિધાનસભા સીટમાં ઉમેદવારી નોંધાવીને શહેર અને ગામડાઓમાં જાય છે ત્યારે ઠેર ઠેર મીઠો આવકાર લાગણીસભરનો સત્કાર મળી રહ્યો છે લોકો ખોબે ને ખોબે મતદાન કરીને વિધાનસભામાં પોતાના ધારાસભ્ય તરીકે મોકલવા માંગે છે.