જામનગર મોર્નિંગ – ભાણવડ તા.૧૨ : ખંભાળીયા – ભાણવડ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા બાદ મુળુભાઈ બેરાએ ગુજરાત સરકારમાં વન અને પર્યાવરણ , પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી બનાવ્યા છે ત્યારે ભાણવડ વિસ્તારમાં આવેલ બરડા ડુંગર, ઘુમલી ગામ જ્યાં અનેક ઈતિહાસ સમાયેલ છે તેમજ ભારતનું એક માત્ર શનિદેવ મંદિર જે ભાણવડના હાથલા ગામે આવેલ છે. ભાણવડ અને આજુબાજુના વિસ્તારમાં અનેક ઐતિહાસિક ધરોહર અને ફરવા લાયક સ્થળો આવેલ છે યોગ્ય જાળવણી કે આયોજનના અભાવે આ વિસ્તારો જોઈએ એટલા પ્રમાણમાં વિકાસનો વ્યાપ વધ્યો નથી.


હવે આ વિસ્તારના ધારાસભ્ય જ પ્રવાસન વિભાગના કેબીનેટ મંત્રી બન્યા છે ત્યારે ગુજરાતની સાથે પોતાના મત વિસ્તારમાં આવેલ બરડા ડુંગર જે વિશાળ મોટા પ્રમાણમાં આવેલ છે જેમાં અનેક મંદિરો ફરવા લાયક સ્થળો આવેલ છે તેમજ ઘુમલી આજુબાજુના ઘુમલી,મોડપર,રાણપર હાથલા ગામમાં અનેક જુઆ ઐતીહાશિક ધરોહર સમાન મંદિરો,કિલ્લો , કુવાઓ તળાવો આવેલ છે જેને પ્રવાસન ક્ષેત્રે વિકસાવી શકાય તેમ છે.