રાજકોટમાં બઢતી મેળવી એચ.ડી. પરસાણીયા, બી.આર. ગોહિલ, હિરલબા ગોહિલ, રાકેશભાઈ પરમાર, દીપેનભાઈ વૈદ, જયપાલસિંહ બારડ અને રાજશ્રીબા જાડેજા તમામ સ્ટાફની ભારે જહેમત


જામનગર મોર્નિંગ - જામનગર

તાજેતરમાં રાજ્યના પ્રથમ તબક્કાની 89 બેઠકોની ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ જિલ્લાની બેઠકોમાં ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવાયા હતા દરમિયાન જામનગરના એચ.ડી.પરસાણીયા ( મદદનીશ ચુટણી અધિકારી & ચીટનીશ ટુ કલેક્ટર જામનગર ) એ રાજકોટ ખાતેની કલેકટર કચેરીના તેમના બહોળા અનુભવને ધ્યાનમાં રાખી સ્ટાફ બી.આર.ગોહીલ, હીરલબા ગોહીલ, રાકેશભાઈ પરમાર, દિપેનભાઈ વૈદ, જયપાલસિંહ બારડ, રાજશ્રીબા જાડેજા સાથે પ્રશંસનીય કામગીરી અને રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી અધિકારીઓના દિલ જીતી લીધા હતા. જામનગર દક્ષિણની બેઠકની ચૂંટણીલક્ષી કામગીરીમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. ઉચ્ચ અધિકારીઓનો સહકાર કર્મચારીને સતત મળી રહ્યો હતો.