સૌથી પહેલાં બાળકને બાળક બનીને જીવવા દો... 

જામનગર મોર્નિંગ - જામનગર (લેખન - આલેખન : "માહી" નું) 


હમણાં થોડા દિવસ પહેલા એક દસ વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું, મને સાંભળીને ઘણુંજ દુઃખ થયું કે આટલા નાના બાળકને હાર્ટ એટેક કેવી રીતે આવ્યું? બે બાળકોની માતા તરીકે મને ખૂબજ ચિંતા થઈ ઘણા સવાલો પણ મનમાં ઉઠ્યા કે શું તેનો ખોરાક અયોગ્ય હશે? કે પછી સ્કૂલમાં અભ્યાસ માટે કોઈ પ્રેશર હશે અથવા તો એના નાના ખભા પર મોટી મોટી બેગનો ભાર કે પછી unlimited homework  કરવાનું પ્રેશર? તથા ઘરના વાલીઓ દ્રારા IAS, IPS doctor engineer બનાવવા માંગવા બાબતે સતત તેના નાના મગજ પર દબાવ નાખવામાં આવી રહયો હશે ? ઘણાં બધાં કારણો અને દબાણો હોઈ શકે છે કે એ બાળકને અપમૃત્યુ તરફ લઈ ગયું હશે, અને એ જ બધા દબાણમાં એ બાળકને નાતો પૂરતી ઊંઘ મળી હશે કે ના સમયસર નાસ્તો કે જમવાનું મળ્યું હશે? 

અને હા નાસ્તા અને જમવાની વાત હોય તો દરેક બાળકોની માતાઓએ ખાસ ધ્યાન રાખવું કે બાળકોનાં ખોરાક પ્રોટીન અને વિટામિન ફાઈબર કેલ્શિયમથી ભરપૂર હોય કેમકે આજકાલ મમ્મીઓ ને વધું સમય ઓફીસ અથવા તો સોશિયલ મીડિયા પર વધારે વિતાવવું ગમે છે તો આજની મોર્ડન મમ્મીઓ હેલદી જમવાનું ક્યાં બનાવે ? ઘઉં ની જગ્યા મેંદાએ જે લઈ લીધી છે,

પણ શું તમને યાદ છે કે જયારે આપણે બાળ અવસ્થામાં હતાં ત્યારે આપણી જ માતાઓ આપણને ફરજિયાત સવારે ચા સાથે ભાખરી બપોરે શાક રોટલી દાળભાત અને સાંજે ખીચડી જેવો હળવો ખોરાક આપતા તે સિવાય એ જમાનામાં ક્યાં કંઈ મળતું હતું અને અત્યારે તો સવારથી જ બાળકોને નાસ્તામાં મેંદા થી બનેલ આઇટમો જેવી કે બ્રેડ, પીઝા, મેગી, નૂડલ્સ મોમોસ જેવી વસ્તુઓ પીરસવામાં આવી રહીં છે તે ઉપરાંત બહારનું જમવાનું ઠંડા પીણા કોલ્ડ્રિંકસ જેવી ઝેરી વસ્તુઓ જાણે અજાણે આપણે બાળકોને પીરસિયે છીએ જે અત્યંત ગંભીર બાબત છે. 

લેખક અને માતા તરીકે માહીની એક નમ્ર અપીલ

આપણે સૌ એ સમજવા તથા આપણાં બાળકની પૂરેપૂરી તકેદારી જીમ્મેદારી રાખવાની ખૂબજ જરુર છે કે આપણાં બાળકોને નાની ઉંમરમાં જ IAS, IPS doctor કે engineer બનાવવા કરતા તેમને તેમનું બાળપણ જીવવા દો એમને મન મૂકીને રમવા દો ભલે તે કોઈ ગેમમાં કે ભણવામાં પાછળ પડી જાય પણ તેનાં નાનકડા મગજમાં તેને ક્યારેય પાછો પડવા ના દેશો. 



લેખિકા: માહી બા રાઠોડ, નવી મુંબઈ