એક જ પરિવારમાં વિજેતા(વિનર), ફર્સ્ટ રનર્સ અપ અને સેકન્ડ રનર્સ અપ એવોર્ડ મળ્યા: અલોહા એશ્યોર એકેડેમીના 45 વિદ્યાર્થીઓએ એવોર્ડ પ્રાપ્ત કર્યા
જામનગર મોર્નિંગ - જામનગર
અમદાવાદ સાયન્સ સીટીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા રાજ્ય કક્ષાની માનસિક અંકગણિત સ્પર્ધામાં જામનગર અલોહા એશ્યોર એકેડેમી ના 19 વિદ્યાર્થીઓ વિજેતા, 14 વિધાર્થીઓ ફર્સ્ટ રનર્સ અને 12 વિધાર્થીઓ સેકન્ડ રનર્સ અપ કુલ 45 એવોર્ડ મેળવતા એકેડેમીએ સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી બેસ્ટ પરફોર્મિંગ સેન્ટરનો ખિતાબ મેળવ્યો હતો.
જ્યારે જામનગર પરમાર પરિવારના ત્રણેય તારલાઓ રાજ્ય કક્ષાએ વિજેતા જાહેર થતાં પરમાર પરિવારના બાળકોના અભ્યાસ પ્રત્યેની મહેનત રાજ્ય કક્ષાએ મહાનુભાવોએ બિરદાવી હતી. પરમાર પરિવારના આલોક પરેશભાઈ પરમાર વિનર, મીત નીતેશભાઈ પરમાર ફર્સ્ટ રનર્સ અપ અને અભિમન્યુ સુમિતભાઈ પરમાર સેકન્ડ રનર્સ અપના સ્થાને બાજી મારી હતી.
રાજ્યકક્ષાની એરીથમેટીક સ્પર્ધા અમદાવાદમાં સાયન્સસીટીમાં યોજવામાં આવી હતી, આ સ્પર્ધામાં વિધાર્થીઓએ ફક્ત 7 મિનિટમાં 70 જેટલા દાખલાઓ કરવાના હતા તેમાં પરમાર પરિવારના ત્રણ તારલાઓએ બાજી મારી હતી.
જામનગર માટે ગૌરવની વાત છે કે એક જ પરિવારના ત્રણ વિદ્યાર્થીઓને એક જ સ્પર્ધામાં એવોર્ડ મળ્યા હોય, પરમાર પરિવારના આ તેજસ્વી તારલાઓને ચો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે અને પરિવારનું નામ રોશન કરતાં રહે તેવા આશીષ મળી રહ્યા છે.
0 Comments
Post a Comment