જામનગર મોર્નિંગ - ભાવનગર (અમારા પ્રતિનિધિ, ઈલાયત જુણેજા દ્વારા) 


ભાવનગરમાં અપ-સ્કેલીંગ આપદામિત્ર પ્રોજેકટ અંતર્ગત આપદામિત્રોને કીટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હોમગાર્ડ અને જીઆરડી/એસઆરડી આપદામિત્રોને કીટ વિતરણ કરવામાં આવી હતી.  

રાજ્યમા આવતી આપદાઓને પહોંચી વળવા માટે ભારત સરકાર ના એન.ડી.એમ.એ. (નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી) તેમજ ગુજરાત સરકારના જી.એસ.ડી.એમ.એ. (ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ) ગાંધીનગર દ્વારા રાજ્યના ૧૭ જિલ્લાઓમાં "અપ-સ્કેલીંગ આપદામિત્ર પ્રોજેકટ" અમલી બનેલ છે. 

જે અંતર્ગત આ પ્રોજેકટ હેઠળ રાજ્યના એસ.આર.પી.એફ. ગ્રુપ ખાતે જિલ્લાના પસંદ થયેલ તાલીમાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી ૧૨ દિવસની તાલીમ આપવામાં આવે છે. જેના અનુસંધાને ભાવનગર જિલ્લાના તાલીમ પામેલ કુલ-૨૦૦ હોમગાર્ડ અને જીઆરડી/એસઆરડી આપદામિત્રો એસ.આર.પી.એફ.  ગ્રુપ - ૧૨ ગાંધીનગર ખાતે તાલીમ પ્રાપ્ત કરી હતી. જેમને જિલ્લા કલેકટરશ્રી ડી.કે. પારેખ તેમજ સીટી ડી.વાય.એસ.પી.શ્રી આર. આર. સિંઘલ દ્વારા કીટ વિતરણ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમમાં ડીઝાસ્ટર શાખાના ડીપીઓશ્રી ડિમ્પલ તેરૈયા તેમજ મામલતદારશ્રી એસ.એન.વાળા અને હોમગાર્ડ કચેરીના શ્રી લાલજીભાઈ કોરડીયા, શ્રી પ્રહલાદસિંહ, જીઆરડી શાખાના એ.એસ.આઈ. શ્રી સરવૈયા તેમજ હેડ કોન્સ્ટેબલ હાજર રહ્યા હતા.